Abtak Media Google News

ગીર-સોમનાથ જિલ્લાના યુવાનો, વિદ્યાર્થીઓ અને ૪૦ વર્ષથી વધુ ઉંમરના ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. નાનકડા છોડ સ્વરૂપે શરૂ થયેલો ખેલ મહાકુંભ આજે વટ વૃક્ષ બની ગયો છે.

ખેલ મહાકુંભ અંતર્ગત કોડીનારની સુગર ફેકટરીના હોલમાં જિલ્લા કક્ષાની બેન્ડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી.

ગામડાઓથી લઈ શહેર સુધીના બાળકો,યુવાનો અને ૪૦ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં રહેલી પ્રતિભાઓ ને બહાર લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા ખેલમહાકુંભના પ્રારંભ થઈ ચુકયો છે. આજે આ બેડમિન્ટન સ્પર્ધા નો બીજો અને આખરી દિવસ હતો.Vlcsnap 2018 09 21 09H01M51S181

ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે જિલ્લા કક્ષાની બેન્ડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઇ હતી.જેમાં ગીર સોમનાથ જિલ્લા ભર માંથી યુવાનો, વિધાર્થીઓ અને ૪૦ વર્ષથી વધુ ઉંમરના ભાઈઓ બહેનોએ ઉત્સાહ ભાગ લીધો હતો. જ્યારે ખેલમહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની આજની બીજા દિવસની બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અબાવ ૪૦ અને અપ ૪૦ સીંગલ્સ તેમજ ડબલ્સ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી.તો મિક્સ ડબ્લસ બેડમિન્ટન પણ રમાયું હતું.

ખેલ મહાકુંભ અંતર્ગત કોડીનાર ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં જિલ્લાનાં અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતમાં સારૂ ફૂટવર્ક અને સ્ફૂર્તિ આવશ્યક છે. આ રમત દ્વારા વ્યક્તિનો વિકાસ થાય છે.તો શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ગુજરાત સરકાર દ્વારા વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રોની સાથે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે. ખેલમહાકુંભ રૂપી  સરકારનાં આ આયોજન થી શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા  વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ લોકોમાં છુપાયેલી પ્રતિભાઓ બહાર આવે છે. ખેલમહાકુંભ અંતર્ગત વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.