‘નેશનલ સ્પોર્ટસ ડે’ નિમિત્તે બેડમીન્ટન સ્પર્ધા અને સ્વીમીંગ સ્પર્ધા યોજાશે

62

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે તા.૨૯/૦૮/૨૦૧૯ ના રોજ રમતગમત પ્રવૃતિને પ્રોત્સાહન મળી રહે અને નેશનલ સ્પોર્ટસ ડે ને પ્રોત્સાહન મળે તે હેતુથી વીરસાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નોંધાયેલ બેડમીન્ટનના મેમ્બર્સ માટે બેડમીન્ટન સ્પર્ધા તથા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સ્નાનાગારો ખાતે નોંધાયેલ જાણકાર કેટેગરીના મેમ્બર્સ માટે સ્વીમીંગ સ્પર્ધા યોજાનાર છે.

આ અંગે બેડમીન્ટન સ્પર્ધાના ફોર્મ શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતેથી તથા સ્વીમીંગ સ્પર્ધાના ફોર્મ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સ્નાનાગાર ખાતેથી વિનામુલ્યે મળી શકશે. નિયત નમુનાનું પુરાવાઓ સાથેનું ફોર્મ ભરીને આપવાની આખરી તારીખ ૨૭/૦૬/૨૦૧૯ સાંજે ૦૬ કલાક સુધીની રહેશે. જેની નોંધ લેવા તમામને જાણ કરવામાં આવે છે.

Loading...