Abtak Media Google News

૧ લાખ કે તેથી વધુ બાકી વેરો ધરાવતા બાકીદારોનું લીસ્ટ તૈયારકરવા ત્રણેય ઝોન કચેરીની ટેકસ બ્રાંચને આદેશરૂ: હાર્ડ રીકવરી માટે ઢોલ વગાડવાનીપણ વિચારણા

મહાપાલિકા દ્વારા ચાલુનાણાકીય વર્ષથી મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિની અમલવારીકરવામાં આવી છે. જેના કારણે શહેરમાં હજારો મિલકતોના વેરામાંઘટાડો થયો છે અને મહાપાલિકાની આવકમાં તોતીંગ ગાબડુ પડયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલો રૂ.૨૫૦કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે હાલ હાર્ડ રીકવરીની કામગીરી ચાલી રહી છે.

રીઢા બાકીદારો પાસેથી લેણા નિકળતા કરોડો રૂપિયા વસુલવા માટે મહાપાલિકાદ્વારા આગામી દિવસોમાં નવી પઘ્ધતિ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત૧ લાખ કે તેથી વધુનો બાકી વેરો ધરાવતા તમામ બાકીદારોના નામો હોર્ડિંગ્સ બોર્ડ સાઈટઅને અલગ-અલગ વિસ્તારોમાં મુકવામાં આવેલી એલઈડી સ્ક્રીન પર પ્રસિઘ્ધકરવામાં આવશે.

આ અંગે મહાપાલિકાનાવિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આગામી દિવસોમાં ટેકસ બ્રાંચ દ્વારાકરોડો રૂપિયાનું બાકી લેણું વસુલ કરવા ઉઘરાણીની નવી પઘ્ધતિ શરૂ કરવામાંઆવશે. જેમાં એક લાખથી વધુ વેરો બાકી ધરાવતા તમામ બાકીદારોના નામ કોર્પોરેશનની હોર્ડિંગ્સ બોર્ડ સાઈટ અને અલગ-અલગ સર્કલ ખાતે મુકવામાંઆવેલી એલઈડી સ્ક્રીન પર મુકવામાં આવશે.

આ માટે સેન્ટ્રલ,વેસ્ટ અને ઈસ્ટ ઝોન એમ ત્રણેય ઝોન કચેરીની ટેકસ બ્રાંચને રીઢા બાકીદારોનુંલીસ્ટ તૈયાર કરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા આદેશ પણ આપી દેવામાં આવ્યોહોવાનું જાણવા મળી રહ્યું છે.

થોડા વર્ષો પહેલા ટેકસ બ્રાંચ વેરોવસુલવા માટે બાકીદારોના આંગણે ઢોલ વગાડીને ઉઘરાણી કરતી હતી. આપઘ્ધતિ છેલ્લા ૫-૭ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. બાકીદારોની આબરૂનો કચરો કરવા ફરી ઢોલ વગાડવાની પઘ્ધતિ શરૂ કરવાનીપણ વિચારાધીન છે.

ચાલુ સાલના બજેટમાં ટેકસ બ્રાંચને રૂ.૨૫૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે આજ સુધીમાં ૧૫૪ કરોડ રૂપિયાની વસુલાત થવા પામી છે. નાણાકીય વર્ષ પુરુ થવાના આડે ૧૧૪ દિવસ બાકી રહ્યા છે ત્યારે લક્ષ્યાંક હાંસલકરવા માટે હવે ટેકસ બ્રાંચે પ્રતિદિન ૭૫ થી ૮૦ લાખ રૂપિયાનીવસુલાત કરવી પડશે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.