Abtak Media Google News

વિક્રેતાઓને સમયસર નાણા ચૂકવવા સરકારી એજન્સીઓને

તાકીદ: મોડું ચૂકવણું કરનારાઓને ૧ ટકા વ્યાજ આપવું પડશે

સરકાર તેના ‘ઈ-માર્કેટ’ પોર્ટલને વધુ મજબુત અને સુદ્રઢ કરવા સજજ

દેશની હાલ આર્થિક સ્થિતિ અત્યંત ડામાડોળ જોવા મળી રહી છે જેને બેઠી કરવા માટે સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ લઘુ અને મધ્યમ ઉધોગો જે રીતે દેશને મદદ કરી રહ્યું છે પરંતુ એમએસએમઈનાં વેન્ડરને સરકારી એજન્સીઓ દ્વારા જે ચુકવણુ કરવાનું હોય તે યોગ્ય સમય ન થતા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ દેશનાં વિકાસમાં રોળા નાખનાર બાબુઓને પણ હવે સરકાર દંડિત કરશે.

સરકારે જાહેરાત કરી છે કે, વિક્રેતાઓને સમયસર નાણા ચુકવવા સરકારી એજન્સીઓને તાકિદ કરાઈ છે અને જણાવાયું છે કે, જે સરકારી એજન્સીઓ મોડુ ચુકવણુ કરશે તો તેઓએ ૧ ટકો વ્યાજ પણ આપવું પડશે. એમએસએમઈ ક્ષેત્રને હાલ ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. નાણાની અછત પણ વધુ પ્રમાણમાં સામે આવી છે. સરકારની તાકિદ છતાં પણ જે રીતે વિક્રેતાઓને નાણાની ચુકવણી થવી જોઈએ તે ન થતા ઘણા પ્રશ્ર્નો ઉદભવિત થયા છે. સરકારી એજન્સીઓ દ્વારા જે સાધન-સામગ્રીની ખરીદી કરવામાં આવતી હોય તેને ૧૦ દિવસમાં તેની ચુકવણી કરવાની ફરજ પાડવામાં આવી છે પરંતુ આ નિર્ણયને સરકારી એજન્સીઓ દ્વારા ઉલાળીયો કરવામાં આવે છે અને હવે જે વિકાસમાં રોળા નાખનાર બાબુઓ હશે તેને દંડિત પણ કરાશે.

સરકારી સુત્રોનાં જણાવ્યા મુજબ ઈ-માર્કેટ પોર્ટલને વધુ સુદ્રઢ બનાવાશે સાથો સાથ લોકોભ્યોગી બને તેવી કામગીરી પણ હાથ ધરાશે. આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં ઓનલાઈન પોર્ટલને વધુ મજબુત કરાશે. એમ.એસ.એમ.ઈ ક્ષેત્રને વિકસિત કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરાશે. કારણકે આર્થિક રીતે એમએસએમઈ ક્ષેત્ર અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.