Abtak Media Google News

૨૯ માર્ચથી ૬ એપ્રિલ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો: લાખો ભાવિકો ઉમટશે

ચૈત્રી નવરાત્રીને અનુલક્ષીને ૨૯/૩ના રોજ સ્થંભ રોપાણ,માતાજીનો નવલખી માંડવો ૨૪ કલાક નવલખા માંડવા સાથે દ્વારકાધીશના છપ્પનભોગ દર્શન, વહાત્યાદાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને મહાદેવને અતિમહા‚દ્ર, મહાયજ્ઞ સાથે પરમશકિતનો સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક પ્રસંગમાં બાબરા તાલુકાના ૫૮ ગામના ભાવિકો જોડાશે.છેલ્લા ૪ વર્ષથી આ માંડવો રાજુભાઈ જેઠવા દ્વારા

કરવામાં આવે છે. આ વખતે ૨૯/૩ થી ૬/૪ સુધી વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. જેમાં લાખો ભાવિકો ઉમટી પડશે. હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવ કુંડી યજ્ઞ જેમાં ૨૨૫ બ્રાહ્મણો સૌરાષ્ટ્ર તેમજ વ્યાસપીઠોમાંથી આવશે. માતાજીના માંડવા સાથે અનેક વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. હાલ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

વિક્રમભાઈ વાળા (મેલડી માતાજી મંદિર સેવક)એ જણાવ્યું હતું કે મેલડી માતાજીનું મંદિર ૧૦૦ વર્ષ પ્રાચીન છે. રાજાશાહી (પૌરાણીક) મંદિરમાં આનો ઉલ્લેખ કરી શકીએ. બાબરા શહેરથી ૪ થી ૫ કિ.મી. દૂર આવેલ છે. ચૈત્રી નવરાત્રીને અનુલક્ષી અહીના મુખ્ય યજમાન અને દાતા રાજુભાઈ જેઠવા તેના હસ્તકનો જ આ ૧૫મો માંડવો છે. દર વર્ષે ચૈત્રી નવરાત્રીની સાથે વિવિધ યજ્ઞો પણ થાય છે. હાલ આ મંદિર નવનિર્મિત બનાવ્યું છે જેને ૮ વર્ષ થયા છે.

તા.૨૮ ના માંડવાનું રોપણ ખાસ તો માંડવોએ ખાસ પ્રસંગ હોય છે. બાબરા શહેરનો ઉલ્લેખ કરતા વિશેષ એટલું કહીએ છીએ કે સૌરાષ્ટ્ર ગુજરાતના પણ ભકતો તા.૨૮ તારીખે રથયાત્રા પણ નીકળે છે. ૨૯ તારીખે માતાજીનો માંડવો છે. ત્યારબાદ વહાતીયા દાદાનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારબાદ સહસ્ત્ર ચંડીયજ્ઞ પણ છે અને મહાદેવ માટે અતિ‚દ્ર મહાયજ્ઞ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાત્રે પણ વિવિધ પ્રોગ્રામ સંતવાણી, ડાયરો, ભજન કાર્યક્રમ છે. જેમાં ખ્યાતનામ કલાકારો આવશે.

અતિ‚દ્ર મહાયજ્ઞ યોજવામાં આવશે. તેમાં અત્યાર સુધીમાં બાબરા શહેરમાં હજુ સુધી થયો નથી. આ યજ્ઞ અમારા માટે પહેલીવાર છે. બધા માટે આ પ્રેરણા‚પ પ્રસંગ છે. આ યજ્ઞની અંદર ૨૨૫ બ્રાહ્મણો બિરાજમાન થાશે. નવકુંડીયજ્ઞ છે અને આ યજ્ઞની અંદર સૌરાષ્ટ્રમાંથી વ્યાસપીઠમાંથી બ્રાહ્મણો બિરાજશે. મંદિરની અંદર ગૌશાળા પણ છે. ૨૦ થી ૨૫ ગાયો છે. જેનું સંચાલન અહીંના ધ્રુવ શાસ્ત્રી બાપુ કરે છે.

અત્યારે તડામાર તૈયારી ચાલે છે. ૬૦ થી ૭૦ ટકા કામ પક્ષના, માંડવાના, પ્રતિષ્ઠા મહોત્સવના પૂર્ણ થઈ ગયા છે. અમારા મંદીરમાં અંદાજે ૧૦૦૦થી વધુ સ્વયંસેવકો છે. લાખો ભાવિકો આ માંડવામાં ઉમટશે અને ખાસ તો હજારો ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.