Abtak Media Google News

ભણતર આપી,બાળકોનું ઘડતર કરવાની નેમ સાથે કાલે ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કુલનો શુભારંભ: પૂ.અપૂર્વમુની સ્વામીના હસ્તે ઈશ્ર્વરીયા સ્થિત સંકુલનું ઉદ્ઘાટન

ફિનલેન્ડના શિક્ષક મિ.પેટ્રી લાઉનાસ્કોર્પે અને ટ્રસ્ટીઓ ડો.વિવેક સિંહાર, નિરેનભાઈ જાની, મયુરભાઈ ખીમાણીયા, દિલીપભાઈ સિંહાર, દર્શનભાઈ જાની ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

આવતીકાલે ઈશ્ર્વરીયા ખાતે રાજકોટની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ઈનોવેટીવ સ્કુલનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ૨૩ એકરમાં નિર્માણ પામેલા આધુનિક સુવિધાથી સજ્જ સંકુલનું પૂ.અપૂર્વમુનિ સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. ઉપરાંત સમારોહમાં ફિનલેન્ડના શિક્ષક મિ.પેટ્રી સાથે વાલીઓનો વાર્તાલાપ પણ યોજાશે. આ નવા સોપાન વિશે વિસ્તૃત માહિતી આપવા ટ્રસ્ટીઓ લાભુભાઈ ખીમાણીયા, ડો.વિવેક સિંહાર, નિરેનભાઈ જાની, મયુરભાઈ ખીમાણીયા, દિલીપભાઈ સિંહાર, દર્શનભાઈ જાની સાથે ફિનલેન્ડના શિક્ષક પેટ્રી લાઉનાસ્કોર્પેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કુલના સંકુલમાં પ્રોજેકટ ઓડિયો-વિઝયુઅલ લર્નીંગ ધરાવતા એસી વર્ગખંડો ઉપરાંત લાઈબ્રેરી, સાયન્સ લેબ, મેથ્સ લેબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. ભણતરની સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે મુજબનું ટાઈમ ટેબલ પણ બનાવવામાં આવ્યું છે. રોજ બે કલાકથી વધુ સમય ભણવા સિવાયની ક્રિએટીવ એકટીવીટી કરાવવામાં આવશે. નવા અભિગમ અને નેમ સાથે યુવા સંચાલકોએ સંકુલનું નિર્માણ કર્યું છે.

ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કુલના શિક્ષકોને ટ્રેનીંગ આપવા છેલ્લા ત્રણ વર્ષથી દર ૬ મહિને અહીં આવતા ફિનલેન્ડના મિ.પેટ્રીએ જણાવ્યું હતું કે, ફિનલેન્ડમાં બાળકોને આજ અને આવતીકાલ માટે નહીં પણ ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે. તે પઘ્ધતિ અહીં પણ અમલમાં આવે તે ઈચ્છનીય છે. ફિનલેન્ડમાં બાળકોને હોમવર્ક પણ ઓછું આપવામાં આવે છે તેથી તેના પર ભણતરનું ભારણ વધતું નથી. બાળકોને પુસ્તક સિવાયનું પ્રેકટીકલ જ્ઞાન પણ આપવામાં આવે છે. કોઈપણ વ્યકિતનું મગજ એક વિષય પર ૨૦ મિનિટ સુધી મન એકાગ્ર કરી શકે છે ત્યારે ૨૦ મિનિટ બાદ બ્રેક લેવામાં આવે તો મગજ ચાર્જ થાય છે અને સકારાત્મકતા આવે છે. જેથી લાંબા લેકચર્સો ટાળવા જોઈએ. ફિનલેન્ડની શિક્ષણ પઘ્ધતિ ભણતરનું ભારણ ઘટાડીને આવડતને પ્રોત્સાહન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના ભાવિના ઘડતરમાં વિદ્યાર્થીઓનો મહત્વનો ભાગ હોય છે. શિક્ષણ આપતા પહેલા શિક્ષકોએ પણ યોગ્ય પઘ્ધતિ જાણવી અને સમજવી જ‚રી છે. ભારતની શિક્ષણ પઘ્ધતિમાં વિદ્યાર્થીઓને માર્કશીટમાં બાંધી લેવાયા છે ત્યારે બાળકોને આ બંધનમાંથી મુકત કરવા જ‚રી છે. ધનિક અને સફળ લોકો વિશે જોઈએ તો તેમાંથી ૭ ટકા જ શિક્ષિત છે. જે સાબિત કરે છે માર્કશીટ કયારેય ભાવી નકકી કરી શકતું નથી. રાજકોટની ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફિનલેન્ડની જેમ જ શિક્ષણ સાથે અન્ય એકટીવીટી પર ભાર મુકવામાં આવશે.

ડો.વિવેક સિંહારે જણાવ્યું કે, વાલીઓ એવું માને છે કે માર્કશીટ નબળી તો બાળકનું ભવિષ્ય ધુંધડુ છે આ વાત સત્ય નથી. ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ટકાવારીની રેસ કરવામાં નહીં આવે. વધુમાં સ્કૂલમાં બાળકો માટે બે કલાક જેટલો સમય આર્ટ, ડ્રોઈંગ, ડાન્સ અને ડ્રામા જેવી એકટીવીટી ગોઠવવામાં આવશે. જેથી બાળકો હળવાશની પળો પણ માણી શકે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.