વજન ઘટાડવા બાબાની જડીબુટી: ખાવ આ સ્પેશિયલ ખીચડી

સ્વસ્થજીવન માટે યોગા અને આયુર્વેદને જીવનમાં મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે .બાબા રામદેવ પાસેથી આપણે સ્વસ્થજીવન માટેની બધી જ માહિતી મળી રહે છે. બાબા રામદેવ લોકોને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે પોષણ યુક્ત આહાર લેવાની સલાહ આપે છે.

અત્યારે લોકો વજન વધારાની સમસ્યાથી પીડાય છે .વજન ઘટાડવા માટે લોકો એલોપેથીક દવાઓનું સેવન કરે છે પરંતુ આ દવાઓ માનવશરીરમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે.વજન ઘટાડવા માટે બાબા રામદેવ દ્વારા ઘણાં બધા આસનો અને યોગા શીખડાવવામાં આવે છે.

બાબા રામદેવ દ્વારા વજન ઘટાડવા માટે સરળતાથી બની શકે તેવી ખીચડીનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે. આ ખીચડી સ્વાદથી ભરપૂર અને પૌષ્ટિક છે અને જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થશે.આ ખીચડીને પુષ્ટાહાર ખીચડી તરીકે ઓળખવામાં આવે છે.આ ખીચડીને પુષ્ટાહાર તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કારણકે તેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન ,કાર્બોહાઇડ્રેટ,વિટામિન અને મિનરલ્સનું મિશ્રણ છે.તો જાણીએ આ અત્યંત સરળ ખીચડી કેમ બને છે.

પુષ્ટાહાર ખીચડી બનાવવા માટેની સામગ્રી

100 ગ્રામ દલિયા
100 ગ્રામ બાજરી
100 ગ્રામ છાલવાળી મૂંગની દાળ
100 ગ્રામ બ્રાઉન ચોખા
1/3 ચમચી અજમાં
10 ગ્રામ સફેદ કે કાળા તલ

આ બધી જ વસ્તુઓને 50 ગ્રામની માત્રામાં બધી જ વસ્તુઓનું મિશ્રણ તૈયાર કરો.

ખિચડી બનાવવાની રીત

> સામગ્રીને સારી રીતે ધોઈ લો.

> ત્યારબાદ સામગ્રીને કૂકરમાં નાખવી અને ઈચ્છા અનુસાર પાણી અને મીઠું નાખીને કુકર બંધ કરો

> બે સીટીઓ વાગે ત્યાં સુધી તેને પકાવો કરો.
જ્યારે તે પાકી જય ત્યારે તેને સર્વ કરો.

કેટલી માત્રામાં ખાવી જોઈએ

આ ખીચડીને દિવસમાં બે વાર ખાઈ શકીયે છીએ. આ ખીચડીની સાથે સાથે 2 ગ્લાસ દૂધીનું જ્યુસ પીવું જોઈએ.જો તમે તમારો વજન ઘટાડવા માંગતાં હોય તો 2 મહિના સુધી નિયમિત ખાવી જોઈએ.

આ ખીચડીમાં લસણ અને ડુંગરીનો વઘાર ન કરવો . જો તમે ઇચ્છતા હોવ તો તમે તેને ઘી અથવા જીરું નાંખીને વઘાર કરી શકો છો.આ ખીચડીમાં શાકભાજી વધુ પ્રમાણમાં નાખવા જોઈએ.

Loading...