કેન્સર સામે ઝઝૂમી રહેલી આયુષમાનની પત્નીએ આત્મવિશ્વાસ સાથે કર્યું રેમ્પ વોક

213

થોડાં સમયથી બોલિવુડના ઘણા બધા કલાકારોને કેન્સરે પોતાની ચપેટમાં લીધા છે, પરંતુ જે પ્રકારે તેઓ કેન્સર સામે લડીને નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે, તે લોકોને ઈન્સ્પીરેશન પૂરું પાડે છે. આ લિસ્ટમાં વધુ એક નામ અભિનેતા આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપનું પણ જોડાયું છે.

 

View this post on Instagram

 

Obsessing 🤓👩‍🦲 @lakmefashionwk @bodicebodice #fashionablybald

A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on

તાહિરા કશ્યપે હાલમાં જ એક અનોખું કાર્ય કરીને સૌને ચોંકાવી દીધા. મુંબઈમાં ચાલી રહેલા લેક્મે ફેનશ વીકમાં દરેક એક્ટર અને એક્ટ્રેસ રેમ્પ વોક કરી રહ્યા છે. દરમિયાન તાહિરા, જે શોર્ટ ફિલ્મ ડિરેક્ટર છે અને સ્ટેજ ઝીરો કેન્સરથી પીડિત છે તેણે પણ રેમ્પ પર વોક કર્યું. આ રેમ્પ વોક એટલા માટે ખાસ છે, કારણ કે તાહિરા કેન્સરની ટ્રીટમેન્ટને કારણે મુશ્કેલ સ્ટેજમાંથી પસાર થઈ રહી છે અને તેના વાળ પણ નીકળી ગયા છે. છતા પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેણે રેમ્પ વોક કર્યું હતું. તાહિરાનો આ લુક જોવાલાયક હતો.

Loading...