Abtak Media Google News

રામજન્મભૂમિ કેસમાં મરેલો કૂતરો નાખ્યા જેવો ઘાટ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગાઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે દાયકાઓ જૂના આ વિવાદનો યોગ્ય મધ્યસ્થી દ્વારા શાંતિપૂર્ણ નિકાલ લાવવા સલાહ આપી

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી આડે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે આ ચૂંટણી પ્રચારમાં મહત્વપૂર્ણ મુદો સાબિત થનારા રામજન્મભૂમિ કેસમાં ચૂંટણી પહેલા તેનો ચૂકાદો તો ઠીક પણ સુનાવણી પણ યોજાવાની સંભાવના નહિવત છે. સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી આ કેસ પડતર છે. ત્યારે હજુ તેના તમામ દસ્તાવેજી પૂરાવાઓનું હજુ અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું બાકી હોવાનું ગઈકાલે ખૂલવા પામ્યું હતુ સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ કર્યું હતુ કે અયોધ્ય જમીન વિવાદના ૧૩ ભાષાઓમાં રહેલા, આશરે ૧૧,૫૦૦ દસ્તાવેજોને સુનાવણી માટે અંગ્રેજીમાં ભાષાંતર કરવાના બાકી છે.

અયોધ્યાની રામ જન્મભૂમિ જમીન વિવાદ કેસનાં દસ્તાવેજો હિન્દી, પંજાબી, (ગૂરૂમૂખી‚, ઉર્દુ, પર્શિયન, અરબી, સંસ્કૃત સહિતની ૧૬ અલગ અલગ ભાષાઓમાં ૩૮,૧૪૭ પાનાઓ છે જેમાનાં ૧૨,૮૧૪ પાનાઓ હિન્દીમાં ૧૮,૬૦૭ પાનાઓ અંગ્રેજીમાં ૫૦૧ પાનાઓ ઉર્દુમાં, ૯૭ પાનાઓ ગૂરૂમુખી પંજાબીમાં, ૨૧ પાનાઓ સંસ્કૃતમાં, અન્ય ભાષામાં ૮૬ પાનાઓ છે ૧૪ ચિત્રોરૂપી પુરાવા છે. જયારે ૧,૭૨૯ એક મુદાના વધારે પૂરાવા છે. અને ૪,૨૭૮ ખાલી પાનાઓ છે તેમ સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલે તેના આઠ પાનાના અહેવાલમાં જણાવ્યું છે.

સુપ્રીમ કોર્યે અગાઉ આપેલા દિશાનિર્દેશો અનુસાર સેક્રેટરી લઈને વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવા બે સમિતિઓની રચના કરી હતી. આ સમિતિનાં તપાસ અહેવાલના આધારે સેક્રેટરી જનરલે સુપ્રીમ કોર્ટમાં પોતાના અહેવાલ રજૂ કર્યો હતો. કોર્ટે અગાઉ રજીસ્ટ્રીને તાળાબંધી રૂમોમાં રહેલા આ વિવાદના પુરાવાઓની વાસ્તવીક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા આદેશ કર્યો હતો.

ઉપરાતં જો જરૂર હોય તો પૂરતી સંખ્યામાં સત્તાવાર અનુવાદ કોને કામે લગાડીને આ પુરાવાઓનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને સુનાવણી માટે તૈયાર કરીને કોર્ટને તેની જાણ કરવા તાકીદ કરાય હતી.

સેક્રેટરી જનરલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે આ વિવાદના દસ્તાવેજો ૧૫ તાળાબંધી મોટી બેગોમાં રાખવામાં આવ્યા છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં રજૂ થયેલા તમામ પુરાવાઓ છે. અલ્હાબાદ હાઈકોર્ટે તેનો ચૂકાદો ૮,૧૭૦ પાનાઓ અને ૧૪,૩૮૫ પાનાઓ હતો તેમ પણ આ અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે. વિવિધ ભાષાઓમાં રહેલા ૧૧,૪૭૯ પાનાના પુરાવાઓનો અંગ્રેજીમાં ભાષાંતર કરવા માટે એક સિનિયર અને એક જુનિયર ટ્રાન્સલેટર એક દિવસમાં ૬ થી ૭ પાનાનું ભાષાંતર કરી શકે છે. સામાન્ય રીતે એક સીનીયર ટ્રાન્સલેટર એક દિવસમાં ૧૬૦૦ શબ્દો, જયારે જુનીયર ટ્રાન્સલેટર ૧,૩૦૦ શબ્દોનો અંગ્રેજીમાં ભાષાંતર કરી શકે છે. તેમ પણ આ અહેવાલમાં જણાવીને જો ટ્રાન્સલેટર પાસે વધારે કામ કરાવવામાં આવે તો દરકે ટ્રાન્સલેટર એક દિવસમાં ૧૨ પાનાઓનું અંગ્રેજીમાં ભાષાંતર કરી શકે છે.

આવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટનાં સતાવાર આઠ ટ્રાન્સલેટરો તેની તમામ શકિત કામે લગાડી દે તો આ વિવાદ કેસના ૧૧,૪૭૯ પાનાઓને અંગ્રેજીમાં ભાષાંતર કરવા માટે લગભગ ૧૨૦ જેટલા કાર્યકારી દિવસોનો સમય લાગશે તેમ આ અહેવાલમાં જણાવીને ઉમેરવામાં આવ્યું છે જો સુપ્રીમ કોર્ટ દેશભરની હાઈકોર્ટો અને સરકારી વિભાગોનાં ટ્રાન્સલેટરોની મદદ લેવાની રજીસ્ટ્રીને પરવાનગી આપે તો આ સમય ઓછો થઈ શકે છે. ઉપરાંત આ ભાષાંતરના કામ માટે સુપ્રીમ કોર્ટના આઠ સતાવાર ટ્રાન્સલેટરો ઉપરાંત બીજા આઠ ટ્રાન્સલેટરોને આ કામગીરીમાં લગાડીને ભાષાંતર કરાવવામાં આવે તો કામકાજના ૬૦ દિવસોમાં પુરાવાઓને સુનાવણી માટે તૈયાર કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસક રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેંચે અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદનો કેસ કેજે રાજકીય રીતે અતિ સંવેદનશીલ છે તેની સુનાવણી યોજી હતી. આ બેંચે તમામ પક્ષકારોને આ દાયકાઓ જુના વિવાદનો મધ્યસ્થી દ્વારા શાંતીપૂર્ણ રીતે કાયમી સમાધાન કરવા સલાહ આપી હતી. ઉપરાંત આ વિવાદની વધુ સુનાવણી આઠ અઠવાડીયા બાદ યોજવાનો હુકમ કરીને રજીસ્ટ્રીને છ અઠવાડીયાની અંદર તમામ પક્ષકારોને દસ્તાવેજી પૂરાવાઓની નકલો આપવા સુચના આપી છે. સાથે આગામી સુનાવણી સુધીમાં આ વિવાદ કેસનો નિકાલ યોગ્ય મધ્યસ્થી દ્વારા શાંતિપૂર્ણ રીતે કરી શકાય કે કેમ? તે ચકાસવા પણ પક્ષકારોને જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.