Abtak Media Google News

જામકંડોરણા તાલુકા માં ૨૮ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરતા મહિલા અને બાળ કલ્યાણમંત્રી

૭૧માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં મહિલા અને બાળ કલ્યાણ તેમજ શિક્ષણ અને યાત્રાધામ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને નવા શરૂ થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં જામકંડરણા તાલુકાની ભાદરા જૂથ યોજના અંતર્ગત સાજડીયાળી અને ધોળીધાર ગામ સુધી પીવાના પાણી ની પીવીસી પાઇપ લાઇન નાખવાનું અને રંગપર હેડ વર્કસ ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ રૂા.૫૮.૩૨ લાખના ખર્ચે તેમજ રાયડી ગામે રૂા.૨૦ લાખ ના ખર્ચે સબ સેન્ટર બિલ્ડીંગ.  દુધીવદર ખાતે સબ રૂા.૨૦ લાખ ના ખર્ચે સબ સેન્ટર બિલ્ડીંગ કમ્પાઉન્ડ વોલ તેમજ ચાવંડી ખાતે નવું સબ સેન્ટર  બિલ્ડીંગ નિર્માણ રૂા.૨૦ લાખ ના ખર્ચે નિર્માણ પામેલ તેમનું લોકાર્પણ અને બોરીયા ગામે  પ્રાથમિક શાળા માં પેવર બ્લોક અને સી.સી.રોડ, ખાટલી ગામે સી.સી.રોડ ,આંગણવાડી કમ્પાઉન્ડ હોલ, દડવી ગામે નવા અનુસૂચિત જાતિ વિસ્તારમાં સી.સી રોડ બ્લોક પેવર કામગીરી બસ સ્ટેશનથી ગામ તરફ જતા માર્ગો નું પેવર બ્લોક કામ, મેઘાવડ ગામે કોઝવે કમ ચેકડેમના કામનું, સાતોદડ ગામે બે ચેકડેમ, ચિત્રાવડ ગામે ચાર ચેકડેમો, ગુંદાસરી ગામે પુર સરક્ષણ દિવાલ અને ચેકડેમ, બરડીયા ગામે ઇરી ટેન્ક સાથે રિચાર્જ વિથ આઉટલેટ સાથે બે ચેક ડેમ ના કામનું ખાતમુહૂર્ત મંત્રી વિભાવરીબેન દવે હસ્તે જામકંડરણા ખાતે આયોજિત કાર્યક્રમમાં આવેલ હતું આ થનાર વિકાસ કર્યો માટે રૂા.૬૯.૧૪ લાખના ખર્ચે  રાજ્ય સરકાર પ્રજાલક્ષી વિકાસ કર્યો કરશે.

7537D2F3 8

આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ, તેમજ શિક્ષણ, યાત્રાધામ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે ગુજરાતના  છેવાડાના માનવી સુધી વિકાસ ની અનુભૂતિ થાય અને વાસ્તવિક રીતે વિકાસ કરવામાં આવે તેવા સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજે જામકંડોરણા તાલુકામાં ૨૮ જેટલા કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું છે જેમાં રૂા.૧૮૭.૪૬ લાખનો ખર્ચ લોક સુવિધા અર્થે રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત મંત્રી વીભાવરી બેન દવે એ કહ્યું હતું કે રાજ્યમાં કુપોષિત કોઈ બાળક કે માતા ન રહે તે માટે સરકાર ચિંતિત છે. ત્યારે દીકરીઓના પોષણ અને આરોગ્ય માટે આપણે સૌએ જાગૃત બનવું જરૂરી છે. આપણી જાગૃતતાથી જ સુ-પોષિત ગુજરાતનું નિર્માણ થશે. મંત્રીએ સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજના અંગે વિસ્તૃત સમજ ઉપસ્થિત મહિલાઓને આપી હતી. આ પ્રસંગે પોષણ અભિયાન અને કુપોષિત બાળકોને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામકંડોરણા તાલુકાના ૬ વર્ષથી નીચેની ઉંમર ના ૯૦  જેટલા અતિ કુપોષિત બાળકોને વિવિધ  શ્રેષ્ઠીઓએ બાળકના પોષણ માટેની જવાબદારી લઈને પાલક દાતા તરીકે દત્તક લીધા હતા. અને આ દાતા ઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને દીકરીના વધામણાં રૂપે દીકરી વધામણાં કીટનું વિતરણ મંત્રી વિભાવરીબેન દવે હસ્તે કરવામાં આવ્યું જેમાં રેખાબેન રાહુલભાઇ નાયક ગામ રામપર અને સોનલ બેન પરમાર ગામ જામકંડોણાને કીટ અર્પણ કરવામાં આવેલ. આ ઉપરાંત કિશોરીને સ્વચ્છતા કીટ અર્પણ કરાઈ હતી.

આ પ્રસંગે પ્રતિપાલ સિહ જાડેજા, દિગ્વિજય સિંહ જાડેજા, ઇલા બેન પરમાર, ભાવના બેન ભૂત, ભાવનાબેન બલધા, ચંદુભા ચોહાણ, કરશન સોરઠીયા તેમજ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શરૂઆતમાં કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા એચ. ડી.જોધાણીએ સર્વેને આવકારેલ હતા. પ્રોગ્રામ ઓફિસર વત્સલા બેને માતા અને બાળકોના પોષણ માટે શું શું કરવું જોઈએ તે સમજ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.