Abtak Media Google News

વિશ્વયોગ દિનની અનેરી ઉજવણી કરતા પાટણવાવ સુપેડી અને વીરપુરના યોગ સાધકો

રાજકોટ તા.૨૧,જુન- પાંચમાં વિશ્વ યોગ દિનની શુભ પ્રભાતે રાજ્ય સરકાર ના “યોગ સાધનાના પ્રોત્સાહક અભિગમ અંતર્ગત રમતગમત યુવક સાંસ્કૃતિક વિભાગ અને વહીવટી તંત્રના માર્ગદર્શન અંતર્ગત ઐતિહાસિક  નેશનલ હેરિટેજ હિલ સ્ટેશન ઓસમ પર્વત ( ડુંગર) પાટણવાવ અને શિલ્પ સ્થાપત્ય ની સોળમી સદીના સ્થાપત્યના બેનમૂન પૌરાણિક શ્રીમુરલી મનોહર મંદિર સુપેડી અને જેતપુરના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર (જલારામ)માં   ૧૧મી સદીમાં બંધાયેલા મીનળવાવ ના સાનિધ્યમાં યોગ સાધકો દ્વારા આજે વહેલી સવારે  સૂર્યનમસ્કાર અને વિવિધ યોગાસન કરી યોગની સાધના કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રોત્સાહન આપવાનો શ્રેષ્ઠ અભિગમ રહ્યો છે, ત્યારે આજના  પાચમાં વિશ્વ “યોગ દિન નિમિત્તે વિશેષ મહત્વ આપી યોગદિન ની ઉજવણી અનોખી રીતે ધોરાજી નાં પાટણવાવ ગામે આવેલ નેશનલ હેરિટેજ  હિલ સ્ટેશન ખાતે ૪૦૦ થી વધુ યોગસાધક યુવાનો. અને ગ્રામજનો એ પ્રકૃતિના ખોળે ઇતિહાસની સાક્ષી સમાન ઓસમ પર્વતના સાનિધ્યે યોગ સાધનાને ઉજાગર કરી હતી.

Awam-Dungar-Murali-Manohar-Temple-And-Junk-Sadhna
awam-dungar-murali-manohar-temple-and-junk-sadhna

૧૬મી સદીના શિલ્પ સ્થાપત્યના બેનમૂન પૌરાણિક  શ્રીમોરલી મનોહર મંદિર સુપેડીના પટાગણમાં સરસ્વતી શિશુમંદિર ભૂતવડના યોગ સાધક યુવા વિદ્યાર્થી ઓ એ  પ્રાણાયામ. યોગ. અને સૂર્યનમસ્કાર કરી યોગ સાધના થી નિરોગી અને તંદુરસ્ત રહેવા નો સંદેશ આપેલ હતો. જ્યારે જેતપુર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર (જલારામ)માં સ્થિત પૌરાણિક મીનળવાવના સાનિધ્યે યુવક મંડળના યુવાનોએ યોગાસન, પ્રાણાયામ, કરીને વિશ્વ યોગ દિવસે અનોખો યોગસંગમ રચી ને નિરોગી અને તંદુરસ્ત રહેવા સૌને પ્રેરણા પૂરી પાડી  હતી.

Awam-Dungar-Murali-Manohar-Temple-And-Junk-Sadhna
awam-dungar-murali-manohar-temple-and-junk-sadhna

વિશ્વ યોગ દિવસની ઉજવણીના આ કાર્યમાં પાટણવાવ ખાતે ડો. મનસુખ પેથાણી કિંજલ બેન પેથાણી. પી.પી.ખોરાશિયા.એ યોગસાધનામાં સેવા આપી હતી. સુપેડી ખાતે હેમંતભાઈ ક્યાડા તેમજ મંદિરના મહંત રવિદાસ જીએ અને વીરપુર જલારામમાં શ્રી શ્રી રવિશંકર આશ્રમ બેંગલુરૂના યોગ ગુરૂ શૈલેષભાઈ વણપરીયાએ યોગસાધના કરાવવામાં તેનું યોગદાન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.