Abtak Media Google News

અવધૂત ક્રેડીટ કો.ઓ. સોસાયટી દ્વારા આયોજન

કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા આપશે હાજરી: તેજસ્વી વિઘાર્થીઓને ‘અવધૂત સારસ્વત’એવોર્ડ અપશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

સમાજની સમરસ સોસાયટી અને સભાસદોના વિશ્ર્વાસના પ્રતિક સમી અવધૂત ક્રેડીટ સોસાયટી છેલ્લા ૩ વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે. જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ  શિક્ષક અને રાજકોટના પ્રખર શિક્ષણવિદ્દ ડો. પ્રવીણભાઇ નિમાવતના માર્ગદર્શન  હેઠળ ખુબ જ ટુંકા ગાળામાં તેના પારદર્શી વહીવટને કારણે સભાસદોમાં ખુબ જ લોકપ્રિય બનેલ છે. અવધૂત ક્રેડીટ સોસાયટી દ્વારા વિવિધ લક્ષી સેવાકીય સામાજીક અને સમાજોપયોગી કાર્યક્રમો દર વર્ષે યોજાતા હોય છે. છેલ્લા ત્રણ વર્ષથી સેવાકીય અને સામાજીક ક્ષેત્રે વિશિષ્ટ  યોગદાન ધરાવતા સેવારત્નોને અવધૂત એવોર્ડ દ્વારા સન્માનીત કરી શ્રી અવધૂત સોસાયટી તેમનું સમાજ પ્રત્યેનું આગવું ઋણ અદા કરે છે જેના અંતર્ગત ગત વર્ષે કાલાવડ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદીરના વિશાળ હોલમાં યોજાયેલ અવધૂત એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અઘ્યક્ષસ્થાને ઉ૫સ્થિત રહી ને આ સેવાયજ્ઞને બિરદાવ્યો હતો.

આ વર્ષે અવધૂત ક્રેડીટ સોસાયટી દ્વારા સમાજના સેવારત્નોને બિરદાવતો કાર્યક્રમ તા. ૧૭ નવેમ્બરના રોજ બપોરે ૩ કલાકે પ્રમુખ સ્વામી ઓડટોરિયમમાં યોજાનાર છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ ઉપક્રમે રાજકોટને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર રાખતા તમામ વોર્ડના શ્રેષ્ઠ સફાઇ કામદારોને અવધુત સ્વચ્છતા એવોર્ડ અને રોકડા પુરસ્કાર અર્પણ તથા સામાજીક  ક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન ધરાવતા રાજકોટના સેવારત્નોને અવધૂત એવોર્ડ અર્પણ કરાશે. આ જ કાર્યક્રમમાં અવધૂત ક્રેડીટ સોસાયટી દ્વારા સેવાનિવૃત થતા સભાસદોને અવધૂત સેવાનિવૃતિ એવોર્ડ અને શૈક્ષણિક તેજસ્વીતા ધરાવતા વિઘાર્થીઓને અવધુત સારસ્વત એવોર્ડ આપી સન્માનવામાં આવશે.

આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર લોકલાડીયા નેતા જયેશભાઇ રાદડીયાના અઘ્યક્ષસ્થાને યોજાશે. જેમાં સામાજીક શૈક્ષણિક, ઔઘોગીક ક્ષેત્રના અગ્રણીઓ ઉ૫સ્થિત રહેશે. આશીવચન માટે અમદાવાદ સ્થિત પ્રસિઘ્ધ જગન્નાથ મંદીરના મહંત દિલીપદાસજી અને નિબાર્કપીઠ લીબડીના મહામંડલેશ્ર્વર લલીતકિશોર શરણજી, મહારાજ પધારશે. કાર્યક્રમને સફળ બનાવવા આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.