Abtak Media Google News

હિન્દી ફિલ્મ જગતનાં ૧૯૪પ થી ૧૯૭૦ સુધીનાં ગીતો એટલે છેલ્લા પાંચ દાયકા પહેલાના ગીતો આ ગીતો ગમતાં એની પાછળ તેના શબ્દો સંગીત સાથે કર્ણપ્રિય ગાયક કલાકારનું યોગદાન હતું. હિન્દી ફિલ્મ સિનેમાના વિખ્યાત સંગીતકારોએ શ્રેષ્ઠ રચનાઓ આપી જે આજે પણ આપણે ગુનગુનાવીએ છીએ, રાગ આધારીત ગીતોમાં તે વખતનાં સંગીકારોની માસ્ટરી હતી. શાસ્ત્રીય રાગ આધારીત જુના ફિલ્મી ગીતોની  વાત હોય ત્યારે નૌશાદ સાહેબ અચુક યાદ આવી જાય છે. મન્ના-ડે પણ સુંદર ગીતો આપ્યા હતા. ઓ.પી. નૈયરના રફી- આશાના ગીતોની જેમ રાજકપૂર શંકર જયકિશનના સંગીતે મઢેલ મુકેશના ગીતો ચિરંજીવી બન્યા  છે. મધર ઇન્ડિયા, મોગલે આઝમ આ બે ફિલ્મો એવી હતી કે આજે ૬૫ વર્ષે પણ લોક હ્રદયમાં કાયમી સ્થાન મેળવેલ છે.

સંગીતકાર નૌશાદે તેની સંગીત યાત્રામાં રફી, અમીરખા, ડી.વી.પલુસ્કર, નુરજહા, સુરેન્દ્રનાથ, લતા, હેમંતકુમાર, મુકેશ, શમશાહ, મન્ના-ડે, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર, બડે ગુલામ અબીખાં જેવા ગાયકો પાસે શ્રેષ્ઠ ગીતો સાથે અફલાતુન શાસ્ત્રીય ગીતો ગવડાવ્યા  છે.

નૌશાદ સાહેબની શ્રેષ્ઠ ફિલ્મોમાં સન ઓફ ઇન્ડિયા, બૈજુ બાવરા, અણમોલ ઘડી, મેરે મહેબુબ, લીડર, પાલકી, શબાબ, કોહિનૂર, ગંગા-જમુના, દિલ દિયા દર્દલીયા, મધર ઇન્ડિયા, સાથી, અમર, ઉડન ખટોલા, આઝ ઔર આવાઝ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Knowledge Corner Logo 4 3

મીશ્રમાંડ રાગ આધારીત બૈજુના ગીત ‘બચપન કી મુહબ્બત કો દિલ સે જાુદા ન કરના તથથા જય જયવંતી રાગ આધારીત સન ઓફ ઇન્ડિયામાં રફી સાહેબનું ’ જીંગદી આજ મેરે નામસે શરમાતી હૈ, સાથે મુગલે આઝમના લતા મંગેશકરના સુંદર ગીતો સાથે ‘પ્યાર કીયા તો કરના કયાં’ જેવા સદાબહાર ગીતો આપ્યા હતા.

શાસ્ત્રીય ગીતોની સાથે ‘સાથી’ ફિલ્મમાં મુકેશનું ગીત મેરા પ્યાર ભી તુ હે.. યે બહાર ભી તુ હે, હુશ્ને જાના આયના હું મે તેરા, જેવા કર્ણપ્રિય ગીતો પણ નૌશાદ સાહેબે આપ્યા હતા.

મધર ઇન્ડિયાના નગરી નગરી  દ્વારે…. ના મે ભગવાન હું જેવા ગીતોની સાથે માનવજીવનની સંસાર યાત્રાના ખટ્ટમીઠા પ્રસંગોને લઇને  ઓ ગાડી  વાલે ગાડી… ધીરે ચલો જેવા ગીતો પણ આપ્યા હતા. દિલ દિયા દર્દ લીયા માં… રફી ના સ્વરે કોઇ સાગર દિલકો બહુલાતા નહીં, પાલકી ફિલ્મમાં પણ કલ રાત જીંદગી સે મુલાકાત હોઇ ગઇની સાથે તેની બૈજુ બાવરાની શ્રેષ્ઠ રચનામાં મન તડપત હરિ દર્શનકો આજ માં રફી સાહેબ પાસે શ્રેષ્ઠ ગીતોનું સર્જન કરાયું, આજ ફિલ્મમાં લતાના સ્વરમાં મોહે ભુલ ગયે સાંવરીયા ઓ દુનિયા કે રખવાલે, આજ ગાવન મન મેરો ઝુમ કે જેવા શ્રેષ્ઠ ગીતો ફિલ્મ જગતને અર્પણ કર્યા. આ વખતનાં યુગના તમામ સંગીતકારો કલાના સાચા સાધક હતા. તેઓનાં શ્રેષ્ઠ  સર્જને આજે ૭૦ વર્ષ પહેલા ગીતો રીમીકલ કરીને આજે આપણે ફરી સાંભળવા લાગ્યા, પણ પહેલા જેવી મઝા ન જ આવે, ઓલ્ડ ગોલ્ડ  હમેશા ગોલ્ડ જ રહેશે.

6.Saturday 1 2

ફિલ્મ ‘મેલા’માં મુકેશ-શમશાદનાં ધરતી કો આકાશ પુકારે… આજા આજા… જેવા અવિસ્મરણીય ગીતો નૌશાદ સાહેબ જ આપી શકે છે. હેમંત કુમાર પાસે પણ શબાબ ફિલ્મમાં ‘ચંદન કા પલના.. રેશમ કી ડોરી તો મન્નાડે પાસે મધર ઇન્ડિયામાં’ દુ:ખભર દિન બિતરે ભૈયા અબ સુખ આયો રે, જેવી સુંદર રચના સંગીત જગતને મળી હતી. દિલ‚બા મૈને તેરે પ્યાર મેં કયા કયા કિયા… દિલ દિયા દર્દ લિયા, જેવા રફી સાહેબના ટાઇટલ સોંગમાં લોકો વાહ વાહ પુકારતા, તાલી પાડવા..  પૈસા (પરચુરણ) ઉડાડતા જોવા મળતાં.

નૈશાદ સાહેબે ભૈરવી, પહાડી, પીલુ, યમન, શિવરંજની, સારંગ, દરબારી કાનડો, કેદાર, કલાવતી, માલ કૌસ, યમન કલ્યાણ જેવા વિવિધ રોગો આધારિત સુંદર શાસ્ત્રીય ગીતો ફિલ્મ જગતને આપ્યા હતા.

અને છેલ્લે મોગલે આઝમ ફિલ્મની સુંદર રચના ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.