Abtak Media Google News

એલઓસી પર ભારતીય સેનાના ચાંપતા ચુસ્ત બંદોબસ્તથી ‘નાપાક’પ્રયાસો નિષ્ફળ

જમ્મુ-કાશ્મીમમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ ની સમાપ્તી બાદ હાથ ધરાતા રહી ગયેલા પાકિસ્તાન અને ખાસ કરીને નાપાક ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ કોઇપણ સંજોગોમાં કાશ્મીરમાં અરાજકતાના ભડકો સળગતો રહે તે માટે પેંતરા કરી રહ્યું છે. તાજેતરમાં  ગુપ્તચર વિભાગને એવી જાણકારી મળી છે કે નાપાકે તત્વો સરહદના બંધ અવવારુ રસ્તાઓથી ત્રાસવાદીઓને કાશ્મીરમાં ધુસાડવાની પૈરવી કરી રહ્યું છે.

પાકિસ્તાન સેના સરહદના અવવારુ રસ્તાઓ પરથી ૬૦ જેટલા આતંકીયોને કાશ્મીરના વિશેષ દરજજાની સમાપ્તી બાદ ભારતમાં ધુસાડવનાનો પ્રયાસ કરી ચુકયા છે. ગુપ્તચર  વિભાગના અહેવાલોમાં જણાવાયું છે કે સીમા પારથી ઉતર કાશ્મીર પુંચ અને જમ્મુના રાજોરીમાં ઘુષણખોરીનું સૌથી મોટું જોખમ છે આ માર્ગે કેટલાક ત્રાસવાદીઓને કાશ્મીરમાં ધુસાડી દેવાયાના અહેવાલો પણ છે. જો કે ત્રાસવાદીઓએ સરહદ વટોળીને ધુસણખોરી કરી હોય તે અંગેનો એકપણ હરફ હજુ સેનાએ જાહેર કરી નથી. વિગત તાજેતરમાં યોજાયેલી બેઠકમાં સેનાએ સરહદ પરની સ્થીતીનો અહેવાલ રજુ કર્યો હતો. જેમાં નિર્જન રસ્તાઓ પરથી આંતકીઓની પરથી આંતકીઓની ધુસણખોરીની વિગતો રજુ કરવામાં આવી હતી. કાશ્મીરના ગુરેઝ, મેકીલ અને ગુલમર્ગ સેન્ટર અને જમ્મુના પુંચ અને રાજેરી માંથી ધુસણખોરીના અહેવાલોનો નિદેશ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી દિલબાગ સિંઘે એલઓસી પર ધુષણખોરીના સતત પ્રયાસોની વિગતો આપી હતી. જો કે મોટા ભાગે આવા પ્રયાસો નિષ્ફળ બનાવાયા છે. શ્રીનગરની ૧પમી બટાલીયન અને જમ્મુના નાગરોટાની ૧૬મી બટાલીયન ૧૯૯૦ના દાયકાથી મઘ્ય કાશ્મીરનું કરવામાં આવ્યું છે. ૨૦૧૪માં જયારે ઉધમપુરમાં જયારે બીએસએફના વાહન પર આત્મઘાતી હુમલા બાદ આતંકી નાવિદ પકડાયો બાદ સેનાને આશ્ર્ચય થયું કે તે ગુલમર્ગ નજીકના ઉસ્તાદ પોસ્ટ પરથી કાશ્મીર ખીણમાં ધુસ્યો હતો હવે ફરીથી આતંકીઓએ બડગામ અને પુલગામના રસ્તુ ધુષણખોરી શરુ કી છે.

ત્રાસવાદીઓનો એક જુથ બાલઋષિ અને બીજો જુથ બડગામના રસ્તે કાશ્મીરમાં આવ્યો હોવાનો ઘટ્ટાસ્ફોટ થયો છે. આ આતંકીઓએ ગ્લુરેજ, માચીલ અને તંગધારનો વિસ્તાર ઘુષણખોરી માટે પસંદ કર્યો હોવાનો બહાર આવ્યું છે. શ્રીનગર જીલ્લાના ગંદરવાલ, પુંચ, સોપિયાન જેવા રસ્તાઓ ધુષણખોરીના રુટ બન્યા હોવાનું બહાર આવ્યું છે. અગાઉ ૨૦૦૦ અને ૨૦૦૩ ના ગાળામાં આ રુટ ત્રાસવાદીઓ માટે સરળ હતા. પરંતુ સેનાના શાર્ક વિનાશ ઓપરેશનથી આ રૂટ બંધ કરી દેવાયા હતા.

એ સમયે ઘુષણખોરો આતંકીઓ દક્ષિણ કાશ્મીરના રસ્તે ભારતમાં આવતા હતા. સુરક્ષા દળો નિયમતિ રીતે ધુષણખોરી જગ્યાએ પેટ્રોલીંગ અને રસ્તાઓ પરની બેરીકેટી ઉપર ચેકીંગ કરતા રહે છે. આતંકવાદીઓ રાજૌરીના પહાડી વિસ્તારોની વિટબણ ભરી સ્થિતિનો લાભ લઇ ગમા વિસ્તારમાંથી કાશ્મીર ખીણમાં ત્રાસવાદી પ્રભાવી વિસ્તારમાં ધુસવાની મોડસ ઓપરેનડીનો ઉપયોગ કરે છે. પાકિસ્તાનની સેના સરહદના અવવારુ બંધ કરી દેવાયા રુટ પરથી ઘુષણખોરોને મોકલતા હોવાના અહેવાલોએ સેનાને સાબદે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.