Abtak Media Google News

કુલ ૫૯ કોલેજોને યુનિવર્સિટીઓ દ્વારા મળ્યો સ્વાયતતાનો દરજ્જો: અન્ય કોલેજો સ્વાયતતા મેળવવા હરોળમાં

હાલ સ્વાયત કોલેજો પરંપરાગત ડિગ્રી પધ્ધતિને તોડી રહી છે. વાત કરવામાં આવે તો પહેલાના સમયમાં કોઈપણ કોલેજો કે જે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતી હતી તે પરંપરાગત રીતે કરવામાં આવતી હતી. પરંતુ સ્વાયત કોલેજો વધવાની સાથે જ ડિગ્રીઓ આપવાની જે પધ્ધતિ છે તેમાં ફેરબદલ જોવા મળી રહ્યો છે.

નીતિ આયોગ કમીટીના ભલામણને ધ્યાને લઈ હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્ટ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ઉચ્ચ શિક્ષણના નિયમોમાં ફેરબદલ કરવામાં આવ્યા હતા. નવા નિયમો અનુસાર જે કોઈ કોલેજોને ૩.૫૧ અથવા તો તેનાથી વધુનો સ્કોર થયો હોય નેક દ્વારા તો તેને સ્વાયત કરવામાં આવતું હોય છે. સાથો સાથ એવી પણ કોલેજ કે જેનું પ્રદર્શન અન્યની સરખામણીમાં ઓછુ હોય પરંતુ પોઈન્ટની દ્રષ્ટીએ ૩.૫૧ ટકાથી વધુ હોય તો તેને પણ સ્વાયત કોલેજનો દરજ્જો આપવામાં આવતો હોય છે.

વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો તેઓને જે શિક્ષણ પધ્ધતિસર મળવાપાત્ર હોય તે મળતું નથી. ઉપરાંત નવી પધ્ધતિમાં વિદ્યાર્થીઓનું ભણવું પડે છે. અત્યાર સુધીમાં કુલ ૫૯ કોલેજો સ્વાયત રીતે નવા નિયમોની સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યું છે. જયારે અન્ય ૧૦૦ જેટલી કોલેજો સ્વાયતતાનો દરજ્જો મેળવવા માટે કાર્યરત છે. યુજીસી કોઈપણ કોલેજને પુર્ણત: સ્વાયતતાનો દરજ્જો આપી શકતી નથી પરંતુ સ્વાયત પરંપરાગત નેજા હેઠળ આવતી કોલેજો સ્વાયતતા માટે ઓનલાઈન એપ્લીકેશન દર્જ કરી શકે છે.

શિક્ષકોમાં પણ રોષની લાગણી પ્રસ્થાપિત થઈ છે અને તેઓનું માનવું છે કે, સ્વાયત કોલેજનો દરજ્જો મળતાની સાથે જ કોલેજોમાં કામનું ભારણ અતિષય વધુ જતુ હોય છે આ અંગે જયારે તેઓએ યુનિવર્સિટી અને રાજય સરકારને રજૂઆત કરી તો તેમના દ્વારા સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે કે, તેમનું નિયંત્રણ આ તમામ મુદ્દાઓ પર સહેજ પણ નથી.

હાલ વિદ્યાર્થીઓને જે અભ્યાસક્રમની પસંદગી કરવી હોય અને તે કોર્ષમાં ડિગ્રી પ્રાપ્ત કરવી હોય તેના બદલે સ્વાયત કોલેજો પરંપરાગત ડિગ્રી પધ્ધતિને તોડી રહી છે અને વધારાના કોર્ષોને તેમના અભ્યાસક્રમમાં દાખલ કરે છે. જેનાથી વિદ્યાર્થીઓને કયાં કોર્ષમાં આગળ વધવું તે પણ સમજાતુ નથી. ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે કે, સ્વાયત કોલેજો પરંપરાગત ડિગ્રી પધ્ધતિને તોડી નવી પધ્ધતિને અનુસરી રહી છે જેનાથી માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ શિક્ષકોને પણ આ પધ્ધતિમાં ટેવાવવામાં માટે સમય લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.