Abtak Media Google News

જીત માટે સ્પીનર નાથન લિયોનની ૬ વિકેટ બની મહત્વપૂર્ણ

પ્રથમ એશિઝ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાય હતી જેમાં પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડને લીડ મળવા છતાં ઓસ્ટ્રેલિયાએ ૨૫૧ રને વિજય પ્રાપ્ત કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટિવ સ્મિથ તથા સ્પીનર નાથન લિયોનની મહત્વપૂર્ણ ૬ વિકેટ ઓસ્ટ્રેલિયાનાં જીતનું કારણ બની છે. એશિઝ ૨૦૧૯ની પ્રથમ ટેસ્ટમાં એજબેસ્ટન ખાતે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ૨૫૧ રને હરાવ્યું હતું. આ સાથે કાંગારુંએ ૫ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી છે. અંતિમ દિવસે ૩૯૮ રનનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ ૫૨.૩ ઓવરમાં ૧૪૬ રનમાં ઓલઆઉટ થઇ હતી. પાંચમા દિવસની પિચ પર તેમણે ઓફ સ્પિનર નેથન લાયન સામે હથિયાર હેઠા મૂકી દીધા હતા.

લાયને ૬ વિકેટ ઝડપી હતી અને તેમજ ટેસ્ટમાં ૩૫૦ વિકેટ પૂરી કરી હતી. મેચમાં ૨૮૬ રન બનાવનાર સ્ટીવ સ્મિથનો ઓસ્ટ્રેલિયાની જીતમાં સિંહફાળો હતો.છેલ્લા દિવસે ઇંગ્લેન્ડની બધી વિકેટ હાથમાં હતી અને તેમને મેચ બચાવવા ૯૦ ઓવર રમવાનું હતું. જોકે તેઓ ફેન્સની આશા પ્રમાણે દેખાવ કરી શક્યા ન હતા. પાંચમા દિવસની પિચ પર નેથન લાયનના સ્પિન સામે ઇંગ્લેન્ડની ટીમ ફેલ થઇ હતી. તેમના ૬ બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ઓપનર જેસન રોય અને કેપ્ટન જો રૂટને શરૂઆત મળી હતી પરંતુ તેઓ તેને મોટા સ્કોરમાં ક્ધવર્ટ કરી શક્યા ન હતા. બંને ૨૮ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા હતા. જયારે ક્રિસ વોકસે ૯મા ક્રમે ૩૭ રન કર્યા હતા. કોઈ પણ બેટ્સમેન ૩૦ રનનો આંક વટાવી શક્યું ન હતું. ઇંગ્લેન્ડને ૩૯૮ રનનો લક્ષ્યાંક: ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથ અને મેથ્યુ વેડની સદી થકી ઇંગ્લેન્ડને ૩૯૮ રનનો લક્ષ્યાંક આપ્યો છે. સ્મિથે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા બીજી ઇનિંગ્સમાં પણ સદી મારી હતી. તેણે ૨૦૭ બોલમાં ૧૪ ચોક્કાની મદદથી ૧૪૨ રન કર્યા હતા.

જયારે તેની જેમ જ કમબેક કરી રહેલા વેડે પણ ૧૪૩ બોલમાં ૧૭ ચોક્કાની મદદથી ૧૧૦ રનની ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા માટે દિવસની શરૂઆતમાં સ્મિથ સાથે સારું યોગદાન આપતા ટ્રેવિસ હેડે ૫૧ રન કર્યા હતા. જયારે કેપ્ટન ટિમ પેને ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. જેમ્સ પેટિન્સન અને પેટ કમિન્સે આઠમી વિકેટ માટે ૭૮ રન જોડ્યા હતા. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે ૩ વિકેટ અને મોઇન અલીએ ૨ વિકેટ લીધી હતી.ઇંગ્લિશ ઓપનર રોરી બર્ન્સ સોમવારે ટેસ્ટ મેચના પાંચેય દિવસ બેટિંગ કરનાર દસમો ખેલાડી બનશે. તેની પહેલા ૯ બેટ્સમેન આ જૂજ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.