Abtak Media Google News

દરેક સ્ત્રીને રસોઈની રાણી  તરીકે ઓળખવામાં છે. કારણ રસોડામાં કેટ-કેટલું કામ એક સાથે સ્ત્રીઓ સંભાળતી હોય છે.  ત્યારે દરેક સ્ત્રી ઘણીવાર પોતાના ઘરના એક સાથે અનેક વસ્તુ જેમકે શાકભાજી ફળ લઈ આવતા હોય છે. ઘણા તો જોકે આખા સપ્તાહનું ફળ તેમજ શાકભાજી એક સાથે સ્ટોર કરતાં હોય છે. છતાં પણ ઘણીવાર શાકભાજી બગડી જતાં હોય છે. ત્યારે અનેક એવા પ્રશ્ન સામે આવતા હોય છે કે આવું શું કામ થાય છે ? ત્યારે આજે અમુક એવી મહત્વની ટિપ્સ જે તમારા આ સવાલનો જવાબ આપી શકશે.

ઘરમાં હમેશા પ્લાસ્ટિક ફોઈલ રાખવું જ જોઈએ કારણકે તે ફોઈલ તમારા શાકભાજી કે ફળને વધુ સમય સુધી તાજા રાખી શકે છે.

પૂરી જે રીતે ફુલે નહીં તે માટે ફોર્કથી તેમાં કાણાં પાડવામાં આવે છે તેજ રીત બેકિંગમાં પણ જો શાકભાજીને વધુ ક્રિસ્પી અને બ્રાઉન કરવા હોય તો તેમાં પણ કાણાં પાડવામાં જોઈએ.

દરેક વાનગીમાં જુદા-જુદા મસાલાનો ખાસ કરી ઉપયોગ કરતો હોય છે પણ જો તેજ મસાલામાં અમૂક ખાસ મસાલાને કૃશ કરી કે પીસીને ઉપયોગમાં લેવામાં આવે તો વાનગી વધુ સ્વાદિષ્ટ બની શકશે.

વટાણા કોબી કે ફ્લાવરનું શાક બનાવતી વખતે લીંબુની છાલ છીણીને નાખવી જોઈએ જેનાથી કાળાશ નહીં રહે.

બાળકોને હમેશા કારેલાનું શાક કડવું લાગતું  હોય છે ત્યારે હમેશા જ્યારે પણ કારેલાનું શાક બનાવતા પહેલા તેની આગલી રાતે પાણી તેમજ દહીમાં પલાળી રાખો તેનાથી તેની કડવાશ દૂર થઈ જશે.

કોનફ્લોરથી તમારા રસોડાની સ્ટીલની બેસિનને સાફ કરો તેનાથી તે વધુ ચમકશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.