Abtak Media Google News

ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાની રક્તતુલા કરવામાં આવી: થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લાર્ભો કેમ્પ યોજાયો

સરદાર પટેલ સેવા દળ (એસપીજી) દ્વારા રાજકોટના વેસ્ટઝોનમાં એક બ્લડ કેમ્પ યોજાઈ ગયો. આ બ્લડ કેમ્પમાં આશરે ૨૧૦૦થી વધુ યુનિટ બ્લડ એકત્રીત કરવામાં આવ્યું હતું. એકઠા થયેલા આ બ્લડને થેલેસેમીયા ગ્રસ્ત બાળકોનાં લાર્ભો ઉપયોગમાં લેવામાં આવનાર છે. બ્લડ ડોનેશન કેમ્પની સાથો સાથ સર્વરોગ નિદાન કેમ્પ તથા રાહતદરે ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

એસ.પી.જી. દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. જે અંતર્ગત રાજકોટ વેસ્ટઝોન ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એકત્રીત થયેલા બ્લડ વડે ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાની રક્ત તુલા કરવામાં આવી હતી. મોટેભાગે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને આ બ્લડ ડોનેશન દ્વારા એકઠા થયેલા બ્લડનો લાભ મળશે. આ ઉપયોગ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધારાનો જ્થ્થો જમા કરાવવામાં આવનાર છે.

Gujarat News
gujarat news

બ્લડ ડોનેશન કેમ્પની સાથો સાથ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરો દ્વારા સેવા પુરી પાડવામાં આવીહતી. જરૂરીયાતમંદ વિર્દ્યાથીઓ માટે રાહતદરનાં ફુલસ્કેપ સાઈઝના ચોપડાનું વિતરણ પણ કરાયું હતું. વિશેષમાં લોકોને ટ્રાફિકની અવેરનેસ બાબતે પણ સમજણ આપવામાં આવી હતી કે જેથી કરીને અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય.

આ પ્રસંગે ખોડલધામનાં પ્રમુખ પરેશ ગજેરાએ ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, એસપીજી દ્વારા વિવિધ સેવાકીય કાર્યો વર્ષભર થતા રહેતા હોય છે. જેમાનું મુખ્ય કાર્ય બ્લડ ડોનેશનલ કેમ્પ છે. આજનાં કાર્યક્રમમાં ૨૧૦૦થી વધુ યુનિટ બ્લડ એકત્રીત કરીને વિશ્ર્વ વિક્રમ રચાવા જઈ રહ્યો છે. ત્યારે આ તકે હું સમગ્ર એસપીજી ગ્રુપ તથા ખાસ કરીને અશ્ર્વિન મોલીયા, જશ્મીન પિપળીયા, લાલજી પટેલ સહિતના તમામને સમાજ સેવાનાં આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ અભિનંદન પાઠવું છું.

ખોડલધામ મહિલા સમિતિના શર્મિલાબેન બાંભણીયાએ ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બહેનો પણ સમાજ સેવાના કાર્યમાં અગ્રેસર બની છે. નારી સશક્તિકરણ વધુ સુદ્રઢ બન્યું છે ત્યારે બહેનો પણ રકતદાન પ્રવૃતિમાં જોડાઈ છે આજે મને આનંદ છે અને હું ગર્વની લાગણી અનુભવું છું. કાર્યક્રમના આયોજકો દ્વારા સર્વ બ્લડ ડોનેશનો તેમજ કાર્યક્રમમાં તન-મન-ધની સહયોગ આપનારા તમામનો આભાર વ્યકત કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.