Abtak Media Google News

સંત મોરારીબાપુ પર દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા થયેલા હુમલાને રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદે વખોડી કાઢી જણાવ્યું છે કે આ હુમલાનો પ્રયાસ નિંદનીય છે.

રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ, યુવા પ્રકોષ્ટના  ગુજરાત પ્રદેશ પ્રમુખ જીજ્ઞેશભાઈ રામાવત, ગુજરાત પ્રદેશ મહામંત્રી હીરેનભાઈ ગોસ્વામી, ગુજરાત પ્રદેશ મંત્રી રાજેશભાઈ ટાંક, કિશો૨ભાઈ દેવમુરારીએ એક  અખબારી યાદીમાં જણાવ્યુ છે કે ધ્વા૨કાધીશના દર્શને પધારેલા મોરારીબાપુ પ૨ ધારાસભ્ય દ્વારા યેલા હુમલાના પ્રયાસને  સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ઘટના પ૨ત્વે પોતાની નારાજગી દર્શાવી જણાવ્યું  હતું કે ભા૨તના પ્રખ૨ અને ગણમાન્ય સંત મોરારીબાપુ એ ધ્વા૨કાધીશ અને સમગ્ર આહી૨ સમાજની માફી માગી લીધી છે ત્યારે તેમના ઉપ૨ આ બાબતે કરાયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય છે.

વધુમાત તેઓએ જણાવેલ કે  કોઈપણ વિવાદ પ૨ત્વે લોકશાહી ઢબે પોતાનો વિરોધ દર્શાવવાની બદલે હિચકારા હુમલાનો પ્રયાસ ક૨વો એ અશોભનિય છે ત્યારે  ઘણા વર્ષોથી મોરારીબાપુએ રામકથા દ્વારા ભક્તગણોમાં સંસ્કારો નું સિંચન ક૨વાનો હંમેશા પ્રયાસ કર્યા છે. ત્યારે તેમના પ૨ આ હુમલાના આ પ્રયાસ ને સખત શબ્દોમાં રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ, યુવા પ્રકોષ્ટના  ગુજરાત પ્રદેશ પ્રમુખ જીજ્ઞેશભાઈ રામાવત, ગુજરાત પ્રદેશ મહામંત્રી હીરેનભાઈ ગોસ્વામી, ગુજરાત પ્રદેશ મંત્રી રાજેશભાઈ ટાંક, કિશો૨ભાઈ દેવમુરારી વખોડી કાઢે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.