Abtak Media Google News

લાલપુરના હરિપર પાસે આઇસર ચાલક સહીત બે પર કહેવાતા જીવદયા પ્રેમીઓએ આંતક મચાવ્યો

લાલપુર-જામનગર ધોરીમાર્ગ પર આવેલા હરીપર ગામ પાસેથી ગઈકાલે રાત્રે ચોખંડા ગામના બે આસામી પોતાના આઈશર વાહનમાં ગાય, ભેંસ ભરીને પસાર થતા હતા ત્યારે આ પશુઓ કતલખાને લઈ જવાતા હોવાની આશંકાથી ધસી આવેલા પચ્ચીસથી ત્રીસ જેટલા યુવાનોએ બન્નેને ધમારી રોકડ તથા મોબાઈલની લૂંટ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામમાં રહેતા કરશનભાઈ કેશુરભાઈ ગોજિયા (ઉ.વ.૨૨) અને તેમના મિત્ર ભીમશીભાઈ ગઈરાત્રે અઢી વાગ્યે પોતાના જીજે-૩૭-ટી ૦૦૮૦ નંબરની આઇશર લઇને જતાં હતા ત્યારે અચાનક ટોળાએ આવી પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની આશંકાએ બન્ને પર હુમલો કર્યો તેમજ રોકડ રકમ અને મોબાઇલ ફોન લૂંટવાનો આરોપ લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે જેમાં ૯.૪૦૦ મુદ્દામાલ સહિત ઝુંટવીને લઇ ગયા હુમલો કરનાર છોટા હાથી નં. જી જે ૧૦ ટી.વી. ૪૬૯૨ તેમજ મોટરસાયકલો લઇને આવ્યા હતા તેમાંથી  (૧) મહાનામ ઉર્ફે માનવ ઉગાભાઇ વઢેરા (દલિત) ઉ.વ. ૨૬ (૨) સુમીત હિતેશભાઇ સોલંકી (ખવાસ) ઉ.વ.૨૩ (૩) આશિષ કેશુભાઈ માડમ (આહીર) ઉ.વ.૨૭  (૪) બીરજુભાઇ રવજીભાઈ જીલરીયા (આહીર) ઉ.વ.૪૩ (૫) મયુર ભરતભાઈ ગોહિલ  (ખવાસ) ઉ.વ. ૨૫ (૬) ધવલ રાવલ  (૭) ભુષણ ચંદ્રકાન્ત જોષી  (૮) દિવ્યરાજસિંહ (૯) બ્રીજરાજસિંહ (૧૦) મીલન પંડ્યા અને પંદર થી વીસેક અજાણ્યા માણસો દ્વારા પશુઓને કતલખાને લઇ જવાતા હોવાનું આશંકાના આધારે મુંઢ માર મારી ઇજાઓ પહોંચાડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.