Abtak Media Google News

એક મહિલા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ: કાર અને બાઈક સહિત મુદામાલ મુકી આરોપીઓ નાસી છુટયા

પાટડી તાલુકાના માલવણ હાઈવે પર લુંટ કરવા આવેલા શખ્સોએ પોલીસની ગાડીને ટકકર મારીને પીએસઆઈને પગે ઈજા પહોંચાડી ચોરીનો માલ તથા ગાડી અને બાઈક મુકી ભાગી જતા ચકચાર મચી જવા પામી છે જે અંગે ત્રણ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.3 70ફરિયાદી રાજુભાઈ હેમુભાઈ તરવાડીયા રહે.હળવદવાળા રાત્રે ગાડીમાં માલ ભરીને અમદાવાદથી હળવદ જઈ રહ્યા હતા તે દરમિયાન પેસેન્જરોએ કહેતા ગાડી માલવણ ચોકડીથી ધ્રાંગધ્રા તરફના અખીયાણાના બોર્ડ પાસે ઉભી રાખી હતી ત્યારે અચાનક મોડી રાત્રીના સમયે સ્કોર્પિયો ગાડીમાં લુંટારુઓ આવ્યા હતા અને ગાડીની તાલપત્રી તથા તેમાંથી માલ-સામાનના કાર્ટુન ચોરી રહ્યા હતા તે દરમિયાન આ લુંટની બનાવની જાણ બજાણા પોલીસને થતા પીએસઆઈ વી.બી.કલોતરા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.4 39સ્કોર્પીયોનો પીછો કરતા સ્કોર્પિયોના ચાલકે પોલીસની સરકારી વાહનને ટકકર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. જેમાં પીએસઆઈ વી.બી.કલોત્રાને ડાબા પગે ઈજાઓ પહોંચી હતી ત્યારે પીકઅપ ગાડીના ચાલકને પણ મુંઢ મારમારી પકડી રાખી ગાડીમાંથી માલ-સામાનના કાર્ટુન ઉતારતા હતા અને ડ્રાઈવર પાસેથી રોકડા રૂપિયા ૪૫૦૦ તથા બે કાર્ટુન કિંમત રૂપિયા ૫૦૦૦ની લુંટ કરી હતી અને પોલીસ ગાડીમાંથી ઉતરે તે પહેલા અંધારાનો લાભ લઈ લુંટારુઓ સ્કોર્પિયો ગાડી અને બાઈક મુકી નાસી છુટયા હતા જે અંગે આરોપીઓમાં કાળુ મુન્નો, હઝરત, ફિરોજ ત્રણેય તથા ગાડીમાં બેઠેલ મહિલા જનકબેન દિપકભાઈ તથા કૌશિકભાઈ રહે.અમદાવાદવાળા વિરુઘ્ધ ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.