રામનાથપરામાં સટ્ટાની ઉધરાણીના પ્રશ્ર્ને યુવાન ઉપર હુમલો !!!

પિતરાઇનું ઉપરાણું લઇ ભાજપ લધુમતિ અગ્રણી અને તેના ભાઇ સહિત ત્રણ શખ્સોએ માર માર્યો

ફરિયાદ નોંધાયાના ત્રણ-ત્રણ દિવસ બાદ પોલીસને ભાજપ લધુમતિ અગ્રણીઓ શોઘ્યાં નથી મળી !!

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ભુમાફીયા, વ્યાજખોરો, દારૂ-જુગાર અને શરીર સંબંધી ગુન્હેગારો સામે કડક હાથે કામ કરી રહી છે. ત્યારે બે દિવસ પૂર્વે રામનાથ પરામાં ભાજપ લધુમતિ સેલના અગ્રણીએ પિતરાઇ ભાઇનું ઉપરાણું લઇને યુવકને માર મારવાની ઘટનાની ફરીયાદ નોધવા પુરતી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રદેશ ભાજપ લધુમતિ સેલના તત્કાલીન નેતા સ્વ. કાદર સલોટના પુત્ર હોવાથી અને ભાજપનું નિશાન હોવાથી ભલામણના ધોધથી પોલીસ કરવા ખાતર કાર્યવાહી કરી છે. જો આરોપી કોંગ્રેસનો હોત તો પોલીસ ગુન્હાહીત ઇતિહાસ શોધી એક પછી એક પછી ફરીયાદ નોંધી કાયદાનો સકંજો મજબુત કરે છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રામનાથપરા હુશૈની ચોક ખાતે રહેતા આરીફ અલીખાન જલવાણી એ રામનાથ પરામાં રહેતા આશીફ કાદર સલોટ અને તેના ભાઇ ઇમરાન કાદર સલોટ, સદામ ઉર્ફે દામા અને સુમોએ માર મારી ધમકી આપ્યાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.ુ

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે આરીફ કાદરભાઇ સલોટનો ફોન આવેલ કે તેના પિતરાઇ ભાઇ સદામ ઉર્ફે દામા સાથે આર્થિક વ્યવહાર છે. આરીફ જીલવાણીએ કહેલ કે સદામ ઉર્ફે દામ સાથે કોઇ વ્યવહાર નથી અને સદામ વ્યવહારનો ખોટો હોય અને મારા મિત્રો સાથે વ્યવહાર કરેલ હોય જે અનુસંધાને આરીફ જલવાની સાથે મોબાઇલ ફોન પર થયેલી ઉગ્ર બોલાચાલી બાદ બન્ને પક્ષના લોકો રામપરા સ્કુલની બાજુમાં હુશેની ચોક ખાતે ભેગા થયેલા ત્યારે આશીફ સલોટને કહેલ કે તારો પિતરાઇ ભાઇ ખોટો વહેવારૂ અને ચીટીંગ કરે છે તેવું કહેતા સારુ ન લાગતા મારા માર્યો છે.

ફરીયાદ નોંધાયાના ત્રણ ત્રણ  દિવસ બાદ પોલીસને ભાજપ લધુમતિ અગ્રણીઓ મળતા નથી કે પોલીસ દ્વારા સવલત આપવામાં આવી રહી છે. જયારે સામાન્ય નાગરીક ઉપર ફરીયાદ નોંધવામાં આવે ત્યારે પોલીસ રોફ જમાવે છે.

તાત્કાલીક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.

Loading...