પાળીયાદના રાણપુર પાસે ખાણ ખનિજ અધિકારીને પિસ્તોલ બતાવી કર્યો હુમલો

80

ગાંધીનગરની ફલાઇંગ સ્કવોડના સ્ટાફે કબ્જે કરેલા રેતી ભરેલા બે ડમ્પર છોડાવી દસ શખ્સો ભાગી ગયા

ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ ખાતાની ફલાઇંગ સ્કવોર્ડની ટીમે પાળીયાદના રાણપુર ખાતે દરડો પાડી રેતી ભરેલા બે ડમ્પર પકડતા કારમાં ઘસી આવેલા દસ જેટલા શખ્સોએ ફલાઇંગ સ્કવોડના રોયલ્ટી ઇન્સ્પેકટરને પિસ્તોલ જેવું હથિયાર બતાવી હુમલો કરી કબ્જે કરેલા રેતી ભરેલા બે ડમ્પર છોડાવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ખનિજ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

 

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મહેસાણાના વતની અને ગાંધીનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ વિભાગની ફલાઇંગ સ્કવોડમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પ્રતિકકુમાર નટવરલાલ બારોટે બોટાદના મોહન ઉર્ફે ભીમ બોળીયા, રાણપુરના નાની વાવડીના દેવા વરજાંગ ભૂવા, ભીખા ધરમશી મકવાણા, કુંડલીના હિતેશઓ વજુ દુમાદીયા, સેથળીના ભોળા રાજા ચૌહાણ, બોટાદના જગદીશ શામજી ધરજીયા, રાણપુરના કાના વિભા ભરવાડ અને અજાણ્યા શખ્સો સામે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવી છે. પાળીયાદના રાણપુર વિસ્તારમાં રેતીની ગેર કાયદે ચોરી થતી હોવાની બાતમીના આધારે ગાંધીનગર ફલાઇંગ સ્કર્વોડનો સ્ટાફે રાણપુર પાસે ચેકીંગ કાર્યવાહી કરતા બે ડમ્પર રેતી ભરેલા મળી આવ્યા હતા તેમાં કોઇ ચાલક કે અન્ય કોઇ ન હોવાથી ફલાઇંગ સ્કર્વોડના સ્ટાફે બંને ડમ્પર કબ્જે કરવાની કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે સફેદ કલરની જી.જે.૧આરએફ. ૭૯૮૩ નંબરની કારમાં આવેલા ચાર જેટલા શખ્સોએ ફોન કરી તેના સાગરીતોને ઘટના સ્થળે બોલાવતા ફલાઇંગ સ્કર્વોડના ઇન્સ્પેકટર પ્રતિકકુમાર બારોટે બોટાદ પોલીસ કંટ્રોલ ‚મમાં જાણ કરી પોલીસ તેમજ બોટાદ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવી લીધા હતા. પોલીસ અને ખાણ ખનિજ વિભાગનો સ્ટાફ રાણપુર પહોચે તે પહેલાં દસેય શખ્સોએ પ્રતિકકુમાર બારોટને પિસ્તોલ જેવું હથિયાર બતાવી હુમલો કરી કબ્જે કરેલા રેતી ભરેલા બંને ડમ્પર લઇને ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

 

 

Loading...