Abtak Media Google News

સદર બજારમાંથી ફટાકડાનો મોટો જથ્થો ખરીદ કરી એલઇડી બોમ્બ બનાવી બ્લાસ્ટ કરવાના હોવાની બંને શખ્સોની કબુલાત: વસીમની પત્ની સાહજીન ટોણા મારતી હોવાથી આંતકી પ્રવૃત્તિ ઝડપી બનાવી

શહેરના નહે‚નગર વિસ્તારના વસીમ અને ભાવનગર રહેતા તેના ભાઇ નઇમની આઇએસ સાથેના સંપર્ક હોવાથી અને ગુજરાતમાં આંતકવાદી પ્રવૃતિ શરૂ કરી બોમ્બ બ્લાસ્ટને અંજામ આપે તે પહેલાં એટીએસની ટીમે ઝડપી રિમાન્ડ પર લઇ બંનેની પૂછપરછ દરમિયાન પોતાની સાથે ગુજરાતના અન્ય ૪૦ જેટલા શખ્સો સંડોવાયા હોવાની સ્ફોટક કબુલાત આપતા એટીએસનો સ્ટાફ પણ ચોકી ઉઠયો છે. વસીમ અને નઇમે પોતાની સાથે સંડોવાયેલા ગુજરાતના ૪૦ આંતકીઓના આપેલા નામ અંગે પોલીસ દ્વારા તપાસ શ‚ કરવામાં આવી છે.

કમ્પ્યુટરના જાણકાર વસીમ અને નઇમ છેલ્લા ઘણા સમયથી આઇએસ આંતકવાદીઓના સંપર્કમાં હોવાનું અને ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવવાની રીત જાણી લીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યા બાદ બંને શખ્સોને આઇએસ દ્વારા મોકલવામાં આવતા ઉશ્કેરણીજનક મેસેજ ફોરવર્ડ કરી આઇએસની જેહાદી પ્રવૃતિમાં જોડાવવા અપીલ કરતા હોવાથી વસીમ અને નઇમની અપીલથી આકર્ષિત થઇ ગુજરાતના ૪૦ જેટલા શખ્સો આઇએસની આંતકવાદી પ્રવૃતિ કરવા માટે તૈયાર થયા હોવાની વસીમ અને નઇમની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે.

એટીએસની ટીમ દ્વારા ૪૦ શખ્સોની યાદી તૈયાર કરી અમદાવાદ સહિતના શહેરના શખ્સોની તપાસ શરૂ કરી દીધી છે. વસીલની પત્ની સાહજીન પણ આઇએસ દ્વારા સોપવામાં આવેલું કામ હજી પુરૂ કરી ન શકયાનો ટોણો મારતી હોવાથી વસીમે ચોટીલામાં વિસ્ફોટ કરવાનો પ્લાન બનાવી તા.૧૫ જાન્યુઆરીએ ચોટીલા જઇ રેકી કરી હોવાની કબૂલાત આપતા એટીએસ દ્વારા સાહજીન પણ વસીમ અને નઇમની સાથે સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં તપાસ હાથધરી છે.

ચોટીલા બાદ ભાવનગરમાં પણ વાહનમાં બોમ્બ મુકીને બ્લાસ્ટ કરવાનો પ્લાન હોવાની કબૂલાત આપી છે. વસીમ અને નઇમની સાથે ભાવનગરના પણ કેટલાક જેહાદીઓ સંડોવાયા હોવાની શંકા સાથે એટીએસની ટીમ દ્વારા રાજકોટ, અમદાવાદ અને ભાવનગરના જેહાદીઓ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

વસીમ અને નઇમ વિસ્ફોટક સામગ્રી કયાંથી લાવ્યા અને તેની મદદમાં અન્ય કોણ સંડોવાયું છે તે દિશામાં એટીએસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે. અને ટૂંક સમયમાં જ વસીમ અને નઇમની સાથે સંડોવાયેલા જેહાદીઓને ઝડપી લેવામાં આવશે તેમ પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.