Abtak Media Google News

જિલ્લા યુવા મોરચા દ્વારા શૌર્ય દિવસની ઉજવણી

રાજકોટ જિલ્લા યુવા ભાજપ દ્વારા તાજેતરમાં પોખરણ પરમાણુ પરીક્ષણ દિવસની ઉજવણી કરવામા આવી હતી. રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયાની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પુર્વમંત્રી જશુમતીબેન કોરાટ, યુવા પ્રભારી મનીષભાઈ સંઘાણી, યુવા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, જીલ્લા યુવા ભાજપ મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા રોહિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં અટલ ઈરાદે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયાએ જણાવ્યું હતુ કે ૨૦ વર્ષ પૂર્વે પોખરણ ખાતે અટલજીએ અટલ ઈરાદે આજના દિવસે અણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતુ સ્થાનિક રાજનીતિમાં કોંગ્રેસથી લઈ સામ્યવાદી અને સમાજવાદી નેતાઓએ પણ આ અભૂતપૂર્વ પરાક્રમની સરાહના કરવાને બદલે ટીકા કરી વિશ્ર્વના તમામ દેશોએ વિરોધ કર્યો પરંતુ નાના શાકભાજીવાળાથી લઈને ઉદ્યોગપતિ સુધીના દેશની જનતાએ ઉન્નત મસ્તકે ભારતમાતાની જયઘોષ સાથે એક નવો શકિતનો સંચાર સમગ્ર દેશના જન-જનમાં થયો હતો. અટલજીએ તેમના અટલ ઈરાદાને આજે પણ દેશની જનતા વંદન કરે છે.

આ તકે પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટે અટલજીનાં કાર્યશૈલી અને અટલ રાજનીતિ વિષે સૌ યુવા કાર્યકર્તાઓને પરિચિત કરી માર્ગદર્શન આપ્યું હતુ.

જીલ્લા યુવા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા અને પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે પ્રાસંગીક પ્રવચન આપ્યું હતુ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ હિરેનભાઈ જોશી, દીપકભાઈ ભટ્ટ, જયેશભાઈ પંડયા, વિરાજ જોશી, ધવલ દાફડા, દર્શ શાહ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા ઉપપ્રમુખ પરસોતમભાઈ સાવલીયા, પ્રદેશ યુવા મોરચાના સંયોજક હિતેશભાઈ મેતા, સતીષભાઈ શિંગાળા, મહિલા મોરચા પ્રમુખ રસીલાબેન સોજીત્રા, જિલ્લા આઈ.ટી. મીડીયા ઈન્ચાર્જ હિરેન જોશી સહિતના તાલુકા મંડલના યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.