Abtak Media Google News

સુરેન્દ્રનગર: લોકસભા ૨૦૧૯ની ચૂંટણીને લઈને રાજ્યમાં ભાજપ દ્વારા જોરશોર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવેલા કલસ્ટર સંમેલનમાં રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ સંબોંધન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેંસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મૂદ્દો ન હોવાથી તે ભ્રષ્ટાચાર કરી દેશને બરબાદ કરી રહી છે.

આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ભાજપ સરકારે તેમને લોકોના કામ અને સેવા માટે મોકલ્યા છે, અને તે લોકોના કામ પૂર્ણ કરશે. ભાજપ ગરીબો સાથે ઉભી રહેનારી સરકાર છે. નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષમાં ACBએ કુલ ૭૩૦ ભ્રષ્ટાચારી અધિકારીઓને પકડ્યાં છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અમે પ્રજાના પૈસા પ્રજાના વિકાસ માટે જ વાપરીશું.

વધુમાં ભળએ કહ્યું હતું કે, નાનો વેપારી પણ ૨૪ કલાક દુકાન ચાલુ રાખી શકેશે. માત્ર રૂપિયા ૫૦૦ દંડ ભરી GEBના જૂના કેસોનું સમાધાન કરી શકશે. યુરિયાની કાળા બજારી બંધ થશે અને કોઈ પણ ભ્રષ્ટાચારી બચી નહી શકે.

મહત્વનું છે કે, રાજ્યના સુરેન્દ્રનગરમાં યોજાયેલ આ સંમેલનમાં કચ્છ અને રાજકોટની બેઠકો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે રાજ્યના ભાજપ પ્રભારી ઓમપ્રકાશ માથુર અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.