Abtak Media Google News

ચોરીને અંજાર આપે તે પૂર્વે તમંચા સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો: એકની શોધખોળ

મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં અવાનવાર બારીના કાચ તોડીને રોકડ રકમ ચોરી કરતા શખ્સને લોધિકા પોલીસે જડપી પાડી પુછપરછ કરતા મેટોડા જીઆઇડીસીમાં સીગ્નોર પોલીમર્સ કારખાનામાં ચાર લાખની ચોરી કર્યાનો ભેદ ઉકેલાયો હતો.

મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.ર સામે કીસ્મત પેટ્રોલ પંપ પાછળ ભાડાની ઓરડીમાં રહેતા મુળ બાંદા (ઉતરપ્રદેશ) ના રહેવાસી સંતોષ વિશ્વકર્મા તથા મુકેશ ખેંગાર નામના ઇસમો વાગુદડ ગામના રોડ તરફ જતાં કાચા રસ્તા ઉપરથી મેટોડા જીઆઇડીસીમાં ચોરી કરવાના ઇરાદે આવવાનો બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો. પોલીસે તલાસી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચા તથા મોબાઇલ મળી આવ્યો હતો. આ શખ્સે તેના સાગ્રીમ સાથે મળી આવ્યો હતો.

આ શખ્સે તેના સાગ્રીત સાથે મળી મેટોડા જીઆઇડીસીમાં સીગ્નોર પોલીમર્સ કારખાનામાં આશરે ચારેક લાખની રકમની ચોરી કર્યા કબુલાત આપી હતી.પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની માંગ કરતા અદાલતે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. લોધીકા પોલીસ મથકના પીએસઆઇ હર્ષાબા ગઢવી અને પ્રો. પી.એસ.આઇ જે.યુ. ગોહીલ સહીતના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.