સૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા

હરવા ફરવા માટે સૌરાષ્ટ્રનાં લોકોની પ્રથમ પસંદગીનું એવુ પર્યટન સ્થળ દિવ હવે સહેલાણીઓથી ઉભરાશે: તકેદારી ઉપર ખાસ ધ્યાન આપવા કલેકટરનો નિર્દેશ

દીવ-દમણ અને દાદરા, નગર હવેલીના પ્રશાસક પ્રફુલ ભાઈ પટેલ ના ના નેતૃત્વ હેઠળદીવ  જિલ્લા કલેકટર  સલોની રાય ના માર્ગદર્શનમાં ટુરિઝમ દ્વારા આજથી દિવ નો દરિયા કિનારો સહેલાણીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યો છે.કોરોનાની મહામારી વચ્ચે દીવના તમામ બીચો  પર જવા માટે પ્રશાસન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે દીવ પ્રશાશન ના નિયમો મુજબ હવે  થી  દીવના લોકો તેમજ સહેલાણીઓ માટે દીવ ના બીચો ખુલ્લા મુકાયા. કોરોના મહામારી ને કારણેસમગ્ર દેશ મા લોકડાઉંન  હોવાને કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા દીવના તમામ બીચ  બંધ કરવામાં આવ્યા હતા .. પરંતુ દીવ નુ  મુખ્ય આકર્ષણ દીવનો દરિયા કિનારો દીવના બીચ છે, દૂર-દૂરથી લોકો દીવ ના દરિયા કિનારાની મોજ માણવા માટે દીવ આવતા હોય છે જે બંધ હોવાથી બહારથી આવતા લોકો નિરાશ થતા હતા પરંતુ હવે ટુરિસ્ટોને નિરાશ થવાની કોઈ જરૂર નથી કારણકે   આજથી દીવ પ્રશાસન ના માર્ગદર્શન હેઠળ દીવ ટુરિઝમ વિભાગ દ્વારા દીવના બીચો  જેવાકે નાગવા બીચ,  ઘોઘલા બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. પ્રશાસનના નિયમોના પાલન સાથે હવે  સહેલાણીઓ દીવ ના દરિયા કિનારાની  મોજ માણી શકશે.

કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને પ્રશાસનના સૂચનોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ પ્રસંગે દીવ ટુરિઝમ વિભાગના અધિકારી પુષ્પેશન સાહેબ. શશીકાંત બામણીયા, રાધિકા બીચ રિસોર્ટ ના માલિક રામજીભાઈ પારસમણિ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહીને  નાગવા બીચ ઉપર સ્ટોલ ધારકોને કોરોના સંક્રમણ થી બચાવ માટેના દરેક સલાહ સૂચનો આપ્યા હતા જેમ કે સેનીટાઇઝર વાપરવા, માસ્ક પહેરવા. હેન્ડ ગ્લોઝ પહેરવા  ચોખ્ખાઈ રાખવી, ખાસ કરીને જ્યારે સહેલાણીઓ આવે ત્યારે સામાજિક અંતર જળવાઈ રહે તેનું ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખવું વગેરે બાબતે સુચનો આપ્યા હતા. તેમજ આ સાથે ટુરિઝમ વિભાગે બીચ પર ના દરેક વ્યાપારીને  હેન્ડગ્લોવઝ  અને માસ્કનું વિતરણ કર્યું હતું.

આજથી  ટૂરિસ્ટ માટે દીવનો દરિયા કિનારો ખુલ્લો મુકવામાં આવતા નાગવાબીચ પર સ્થિત સ્ટોલ ધારકો.,  માં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમને દીવ પ્રશાસન અને ટુરિઝમ વિભાગ નો આભાર માન્યો હતો.

Loading...