Abtak Media Google News

પાંચ વર્ષમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ એક લાખથી પણ ઓછું: ડબલ્યુએચઓએ ભારતની પ્રશંસા કરી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ જણાવ્યું કે ભારતના સતત પ્રયાસોને કારણે પાંચ વર્ષથી નીચેના બાળકોના મૃત્યુદરમાં ઘટાડો થયો છે. ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં બાળ મૃત્યુદરનું પણ એક લાખથી પણ ઓછુ છે જે ખરેખર સરાહનીય છે. સરકારના મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત જીવ બચાવતી રસી બાળકોને આપવામાં આવે છે જેના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો છે.

સંયુકત રાષ્ટ્ર ઈટર એજન્સી ગ્રુપ ફોર ચાઈલ્ડ મોર્ટલિટી એસ્ટીમેશન (યુએનઆઈજીએમઈ)ના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં પાંચ વર્ષથી નીચેના બાળકોના મૃત્યુ દરમાં સકારાત્મક ઘટાડાના આંકડા સામે આવ્યા છે અને પહેલીવાર પાંચ વર્ષોમાં પાંચ વર્ષથી નીચેના મૃત્યુદર એક લાખથી નીચે નોંધાયો છે. ૨૦૧૭માં ૯,૮૯,૦૦૦ નોંધાયો છે. ૨૦૧૬માં ભારતમાં ૧.૦૮ મિલિયન પર પાંચ વર્ષથી નીચેના બાળકનો મૃત્યુદર નોંધાયો હતો.

દક્ષિણ પૂર્વ એશિયાના ડબલ્યુએચઓના ક્ષેત્રીય નિર્દેશક પૂનમ ખેત્રપાલસિંહે યુએનઆઈજીએમઈ દ્વારા રજુ કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે વૈશ્ર્વિક બાળ મૃત્યુમાં ભારતના હિસ્સે ૨૦૧૨માં ૨૨ ટકાથી ઘટીને ૨૦૧૭માં ૧૮ ટકા થઈ ગયો છે જે ખરેખર સરાહનીય છે. ડબલ્યુએચઓના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ ટવીટ કર્યું કે હું દેશમાં ચાઈલ્ડ ડેથમાં થયેલા ઘટાડાને લઈ મારી ટીમને શુભેચ્છા આપુ છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અમારા મંત્રાલય દ્વારા નિયમિત ટીકાકરણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ જેના પરીણામે બાળમૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૪ બાદ ડબલ્યુએચઓ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રની મુખ્ય પ્રાથમિકતાઓમાંથી એકને રોકવા માટે નવજાત શિશુના મૃત્યુદરમાં ઘટાઢો થઈ રહ્યો છે.

એમએસસિંહે કહ્યું ભારતમાં બાળમૃત્યુ દરમાં ઘટાડો થયો તે ખુબ જ પ્રશંસનીય કામગીરી છે. જોકે આવનાર સમયમાં પણ માતા-બાળકનું જીવન જોખમાય નહીં તેવા પ્રયાસો કરવા પણ જરૂરી છે. ડબલ્યુએચઓના દક્ષિણ પૂર્વ એશિયાઈ ક્ષેત્રમાં બાંગ્લાદેશ, ભુટાન, કોરિયા, ઈન્ડોનેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને ભારતનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાણી, સ્વચ્છતા અને ઉચિત પોષણ કે પાયાની સ્વાસ્થ્ય સેવાઓ જરૂરીયાતમંદ બાળકો સુધી પહોંચતા દર બે મિનિટે બે બાળ મૃત્યુ થતા જેમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે ૨૦૧૭માં ભારતમાં ૮,૦૨,૦૦૦ બાળકોના મૃત્યુ થયા હતા જે પાંચ વર્ષમાં સૌથી ઓછા છે પરંતુ વિશ્ર્વમાં બાળમૃત્યુનું પ્રમાણ ભારતમાં અન્ય દેશ કરતા હજી વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.