Abtak Media Google News

અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના હેડકર્વાટરની બહાર વિકાસના પોસ્ટરથી રાજકીય ગલિયારાઓમાં રમૂજ સાથે આશ્ચર્ય

અંતે કોંગ્રેસ મોદીના પગલે ચાલી નીકળ્યું છે જી હા, ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ના પોસ્ટર પક્ષના પ્રદેશ કાર્યાલયે લાગ્યા હતા!!!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી માટે બીજેપી માટે ‘સબ કા સાથ સબકા વિકાસ’ સૂત્ર આપ્યું હતુ.

અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (જીપીસીસી)ના હેડકવાર્ટર ખાતે બીજેપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલુ સુત્ર ‘સબ કા સાથ સબ કા વિકાસ’નું પોસ્ટર લાગ્યું હતુ. જોકે -કોંગ્રેસે આવી કોઈ લાઈન પર કેમ્પેઈન કર્યાનું નકાર્યું હતુ. સૌ પ્રથમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં હેડ કવાટરની બહાર ‘સબ કા સાથ સબ કા વિકાસ’નું પોસ્ટર કોંગ્રેસ નેતાઓ ગ્યાસુદીન શેખ અને ઈકબાલ સિપાહીએ જોયું હતુ. કોંગ્રેસી નેતાઓએ આવું કોઈ પોસ્ટર લગાવ્યાનો ઈનકાર કર્યો હતો. તેમણે તો ઉલટાનું આવું પોસ્ટર કોંગ્રેસના મુખ્ય કાર્યાલયે લાગ્યાનું રહસ્યમય ગણાવ્યું હતુ.

કોંગ્રેસના પ્રવકતા નિકુંજ કાનાબારે જણાવ્યું હતુ કે પાર્ટીની લીગલ સેલ આની તપાસ કરશે અને બાદમાં જ‚ર પડશે તો કાનૂની કાર્યવાહી પણ કરશે. કોઈ પોતાની રીતે જ ટીખળ કરવા માટે આવું પોસ્ટર કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે ચીપકાવી ગયું હશે.

અહી ખાસ નોંધવું ઘટે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબકકાનું મતદાન સુખ-શાતા પૂર્વક પાર પડી ગયું છે. અને સોમવારે તારીખ ૧૮મી ડીસેમ્બરે મતદાનની ગણતરી છે. ત્યારે રીઝલ્ટ અપને આપ સામે આવી જશે. પરંતુ ગૂજરાતનાં રાજકીય ગલિયારાઓમાં કોંગ્રેસના અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલયે ‘સબ કા સાથ સબ કા વિકાસ’ના પોસ્ટરથી રમૂજ  ફેલાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.