Abtak Media Google News

પ્રિન્સ-પ્રિન્સેસ અને વેલડ્રેસ ખેલૈયાઓ પર ઇનામોની વણજાર

માઁ આદ્યશકિતની આરાધનામાં નવલા નોરતાના ત્રીજા દિવસે રાજકોટમાં અબતક રજવાડીમાં ખેલૈયાઓએ ઘુમ મચાવી હતી. ગરબાના તાલ સાથે ખેલૈયાઓ અલગ અલગ સ્ટેપસથી જજ કમીટીને પ્રભાવિત કરી હતી. આસમાને આંબતા ખેલૈયાઓના ઉત્સાહને વધારવા માટે સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા સાથે જોઇન્ટ પોલીસ કમિશ્નર સિઘ્ધાર્થ ખત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.1 105 ખેલૈયાઓના કપડાથી અલગ સ્ટેપસના પ્રભાવથી વાતાવરણ મંત્રમુગ્ધ બન્યું હતું. આખરે વંદેમારતમ ગીત પર ખેલૈયાઓ મન મૂકીને ઝુમી ઉઠયા હતા. સાથો સાથે પ્રિન્સ-પ્રિન્સેસ  અને વેલડ્રેસ ખેલૈયાઓ પર ઇનામોની વણઝાર થઇ હતી.4 43સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને અબતક રજવાડી રાસના આયોજકોને ખુબ ખુબ અભિનંદન કે આટલા બધા યુવાન ખેલૈયાઓને પોતામાં પડેલી શકિત અને કૌશલ્ય બહાર લાવવા માટે જે આયોજન કરવામાં આવેલું છે.

તેના બદલ તમામ આયોજકોને ખુબ ખુબ અભિનંદન નવરાત્રીનો પર્વ એટલે મા શકિતનો આરાધના જયારે આટલા બધા લોકો મા શકિતની આરાધના કરતા હોય ત્યારે મા શકિતના ચરણોમાં પણ વંદન કરું છું. આ તમામ નવરાત્રીની આરાધના કરનાર આ ગ્રાઉન્ડની અંદર આવનાર તમામની ઘરે હંમેશા માનો વાસ રહ અને કાયમ એમના પર દાય દ્રષ્ટિ રાખે એવી મા ને પ્રાર્થના5 28જીસીપી સીઘ્ધાર્થ ખત્રીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અબતક રજવાડીના ગરબા ખુબ સુંદર રીતે ઉજવાય રહ્યા છે. લોકો જે યુવાધન છે. થનગનાટથી ઉજવી રહ્યું છે. સુરક્ષીત રીતે ઉજવી રહ્યું છે. હું આયોજકોને ખુબ ખુબ ધન્યવાદ દઇશ કે આ લોકોએ ખુબ જ સુંદર વ્યવસ્થા કરી છે.

કોઇ ટ્રાફીક જામ નથી થઇ રહ્યો લોકો ખુબ જ સુરક્ષિત રીતે ગરબા માણી રહ્યા છે. અમારી પણ ટીમ ડીસીપીની છે. કે બીજી ટીમ છે અને અમારી મહિલા કોન્સ્ટેબલ છે ખાનગી રીતે આપને ત્યાં પણ રમી રહી છે જોઇ રહી છે. કોઇ કોઇને રજાડી તો નથી રહ્યું અત્યાર સુધી કોઇ અબતક રજવાડી માંથી મડયું નથી અમને એનો મતલબ કે સારા લોકો આવી રહ્યા છે તમામ નાગરીકોને ખુબ ખુબ શુભેચ્છતાઓ પાડવું છું.3 65અબતક રજવાડી રાસોત્સવમાં આવેલા ખેલૈયાઓમાં ચૌહાણ ખુશાલીઓને જણાવ્યું હતું કે અમારું ગ્રુપ છેલ્લા પાંચ મહિનાથી ગરબાની પ્રેકટીકસ કરીએ છીએ. મોડીરાત સુધી ગરબાની તૈયારીઓ ઉત્સાહ પૂર્વક કરતા હતા. કપડાની સાથે સાથે અમારા સર દ્વારા અમને ઘણા બધા અવનવા ગરબાના સ્ટેપ્સ શીખવાડામાં આવ્યા છે.

અબતક રજવાડીની સાઉન્ડ સિસ્ટમ અમોને બહુ જ ગમે છે. સાથે એરીયાનું ગ્રાઉન્ડ પણ ખુબ જ સરસ છે. અહિયા આવીને ફેસ પર તરત સ્માઇલ આવી જાય છે. દિલ ખુશ ખુશ થઇ જાય જેનાથી અમારા ગ્રુપને અહિંયા આવાની બહુ મજા આવે છે.

અબતક રજવાડી રાસોત્સવમાં આવેલા ખેલૈયા સાગર સોલંકી જણાવે છે કે અમારા ગ્રુપમાં નવરાત્રીને લઇને ખુબ સારી તૈયારીઓ જોવા મળે છે હું પોતે એક ગરબા કલાસીસ ચલાવું છું અને આવતા તમામ ખેલૈયાઓનો ઉત્સાહ એક અલગ જ લેવલ પર જોવા મળે છે.

અને સાથે છોકરા છોકરીઓ બન્ને બહુ જ મહેનતથી પ્રેકટીસ કરે છે. ગરબામાં આ સીઝનમાં સાલસા ગોરી રાધા કાળો કાન જેવા ઘણા નવા સ્ટેપ્સસની પણ અમે પ્રેકટીસ કરે છે. અબતક રજવાડી રાસોત્સવમાં આવા માટેનું સૌથી મહત્વનું કારણ અહિયાના ઓરર્ગેનાઇઝ દ્વારા જે સિકયુરીટી આપવામાં આવ્યા છે. જેના દ્વારા ગર્લ્સ બોયઝ ખુબ જ શાંતિથી ગરબાની મોજ માણી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.