Abtak Media Google News

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસોને મળી સફળતા,  સરકારે હોસ્પિટલ નિર્માણ કાર્યને આપી લીલી ઝંડી

મોરબીમાં રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે ૧૫૦ બેડની અદ્યતન સરકારી આંખની હોસ્પિટલ નિર્માણ પામશે.ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆત બાદ સરકારે હોસ્પિટલના નિર્માણ કાર્યને લીલી ઝંડી આપી દીધી છે. સરકારના આ નિર્ણયને મોરબીના અગ્રણીઓએ આવકાર્યો છે.

મોરબી સરકારી આંખની હોસ્પિટલ ખાતે આંખના નિષ્ણાંત સર્જન તરીકે છેલ્લા ૩૪ વર્ષથી નિસ્વાર્થ ભાવે સેવા આપનાર અને સમગ્ર ગુજરાત રાજયમાં સૌથી વધુ મોતિયાના સફળ ઓપરેશન કરનાર ડો.વી.સી.કાતરીયાની સેવાઓ મોરબી શહેરની જનતા ને વધુ સમય માટે સરળતાથી મળી રહે તે માટે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ અથાગ પ્રયત્નો કર્યા હતા. અંતે સરકારે મોરબી શહેરમાં સરકારી આંખની હોસ્પિટલનું આધુનીક બિલ્ડીંગ બનાવવા માટે રૂ.૨.૨૫ કરોડ જેટલી રકમ મંજૂર કરેલ છે.

મોરબીમાં ૧૫૦ બેડની અદ્યતન આંખની હોસ્પિટલ બનાવવા માટે સરકારે રૂ.૨.૨૫ કરોડ ગ્રાન્ટ ફાળવતા મોરબીના અગ્રણીઓ ડો.ભાડેશિયા, અનીલભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ આશર, જયોત્તિસિંહ જાડેજા, હિરેનભાઈ પારેખ, પ્રદીપભાઈ વાળા, લાખાભાઈ જારીયા, ઠાકરશીભાઈ પટેલ સિમ્પોલો ગ્રુપ, ડી.કે. પટેલ, ડો.નવીનભાઈ પારેખ ,ચાર્ટડ એકાઉન્ટન્ટ પંડિતભાઈ વગેરેએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. આ નવી સરકારી આંખની હોસ્પિટલનું બાંધકામ ઝનાના હોસ્પિટલના આગળના ભાગમાં રોડ સાઈડ આવેલ ખુલ્લી જગ્યા પર કરી જાહેર જનતાને અપર્ણ કરવામાં આવશે. સરકારના અભિગમ મુજબ નવી આંખની હોસ્પિટલનું બાંધકામ આધુનીક અને કોર્પોરેટ ટાઈપનું કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.