Abtak Media Google News

છેલ્લા ઘણા અઠવાડિયાથી ઓનલાઈન સર્વિસ આપતી કંપનીઓ દ્વારા લોકોને જાણકારી મળી રહી છે કે તેઓ પોતાની પ્રાઈવસી પોલીસીમાં ફેરફાર કરી રહી છે. ઘણી કંપનીઓ લોકોને ઓપશન આપી રહી છે કે તેઓ બહાર નથી. જેમ કે હેલ્થને લગતી ઓનલાઈન એપ્લીકેશન લોકોને જણાવી રહી છે કે તેમનો ડેટા માત્ર ને માત્ર રીસર્ચના હેતુથી લઈ રહ્યા છીએ. તેમજ વિઝા વેબસાઈટ જણાવી રહી છે કે તે માત્ર ત્યારે જ માહિતી આપશે જો લોકોને જ‚રીયાત હશે બાકીની કંપનીઓ જણાવે છે કે તેઓ કોઈપણ પ્રકારનો ડેટા સર્વિસ સાથે સંકળાયેલો હશે તે નહીં લે અથવા તો લોગીન ડેટાને તેઓ ડિલીટ કરી દેશે. આ આખી પ્રક્રિયા દર્શાવે છે કે લોકોના પર્સનલ ડેટા આવી કંપનીઓ જાણતા-અજાણતા જ પોતાના ડેટા બેન્કમાં સ્ટોર કરે છે પરંતુ હવે જો કોઈ વ્યકિત કે કંપની આ ડેટાનો ખોટી રીતે ઉપયોગ કરશે તો લીગલ એકશન કંપની પર લોકો લઈ શકશે.

શું થયા ફેરફાર ? આ કંપનીઓ પોતાની પોલીસીમાં ફેરફાર કરી અને યુરોપીયન જનરલ ડેટા પ્રોટેકશન રેગ્યુલેશન (જીડીપીઆર) ફરજીયાતપણે યુરોપીયન કાયદા પ્રમાણે ફેરફાર કરી રહી છે. તેમજ ઓનલાઈન કંપનીઓ પોતાની પ્રાઈવસી પોલીસી તેમના દરેક યુઝર્સ માટે વૈશ્ર્વિક સ્તરે કરી રહી છે. જીડીપીઆરના કાયદા પ્રમાણે ૧૯૯૫ રેગ્યુલેશન એકટ હેઠળ જો વ્યવસાય લોકેશન સ્થિત હોય તેમજ યુરોપમાં તેનું પ્રોસેસીંગ થતું હોય તેમજ વ્યવસાયનું સ્થળ કાયદાકીય રીતે દેશની ટેરેટરીમાં આવતું હોય પરંતુ જીડીપીઆર ત્યાંથી પણ વધુ કહે છે કે વ્યવસ્થાનું કદ મોટુ થતુ જાય છે. જો વ્યવસાયની સર્વિસ ઈયુ રેસીડેન્ટમાં આવતી હોય તો જ અને તો જ જીડીપીઆર અંતર્ગત માન્ય ગણાય. માત્ર વેબસાઈટ જ ઈયુ રેસીડેન્ટમાં આવે તે જ‚રી નથી. પરંતુ યુરોપીયન ભાષામાં હોય તેમજ ચલણ પણ યુરોપીયન હોય અને યુઝર્સને તે દર્શાવું ફરજીયાત છે.

જો યુરોપીયન લોકો ભારતમાં આવે અને કપડાની દુકાનો તેમજ વ્યવસાયમાં આવતી હોય તો તે ઓટોમેટીક જીડીપીઆરના નિયમમાં ગણવામાં ન આવે પરંતુ જો ભારતીય ઓનલાઈન રીટેલર યુરોપીયન ચલણ તેમજ ભાષાનો ઓપ્શન આપવો જ રહ્યો કે જે લોકોનું હિલચાલને યુરોપીયન રહેવાસી તરીકેની માહિતી આપે કે જે જીડીપીઆર દ્વારા ગણવામાં આવશે. પ્રખ્યાત સોશિયલ નેટવર્ક, ઈ-મેઈલ પ્રોવાઈડર, સર્ચ એન્જીન, બ્રાઉઝર વગેરે વ્યવસ્થિત રીતે યુઝર્સનું બિહેવિયર ઓબ્ઝર્વ કરે છે.

અનુસંધાને કંપનીઓ પોતાની પ્રાઈવસી પોલીસી નવી બનાવી રહી છે ડેટાની લાઈફ સાઈકલ પ્રમાણે પરંતુ આ ફેરફાર માત્રને માત્ર યુરોપીયન યુઝર્સ માટે છે નહીં કે વિશ્ર્વ આખા માટે ઘણાખરા વ્યવસાય પોતાની રીતે સલામતી રાખવા આ નિયમોનું પાલન કરે છે કે જેમાં લોકોને માહિતગાર કરી યુઝર્સને નોટીસ મોકલાવે છે તેમજ લોકોને ઓપ્શન આપે છે કે જેમાં વૈશ્વિક તેમજ દેશ આધારીત નિયમોનું પાલન કરે છે. આ ઉપરાંત ઘણા નવા પ્રકારની ટેકનોલોજીનું ડેવલપમેન્ટ કરી ખર્ચાળ પ્રાઈવસી પ્રોટેકશન રાખે છે. તેમજ તેના માટે કંપનીઓ તેમજ ડેવલોપરોને રોજગારી આપે છે તે એટલું સરળ છે કે એક સ્ટાન્ડર્ડ જાળવી રાખે છે જે કંપનીઓ જીડીપીઆર સાથે જોડાયેલી હોય તેવી કંપનીની પ્રાઈવસી પોલીસી મેઈલ દ્વારા લોકોને માહિતગાર કરે છે. તેમજ સરળ બનાવે છે. આ વ્યવસાયો કોઈપણ જાતના ઓબ્જેકશન વગર ભારતીય ભાષામાં નોટીસ મોકલી શકે છે. તેમજ યુઝર્સને નોટીફીકેશન પોતાના ડેટાબેઈઝ મારફત મોકલે છે.

સામાન્ય રીતે કહીએ તો ભારતીયોની માહિતીને યુરોપીયન લોકોના હાથમાં ન જવા દેવી જોઈએ. તેમજ તેના પર વિશ્વાસ ન મુકવો જોઈએ. ભારતેહવે પોતાના ડેટાની કાળજી પોતે જ રાખવી જોઈએ નહીં કે જીડીપીઆર દ્વારા પરંતુ નેશનલ લેવલ પર ભારતે પોતાનું અસ્તિત્વ બનાવી અને નિયમો બનાવવા જોઈએ. આધાર એ બાયોમેટ્રીક ઓળખતું સરકાર દ્વારા કરાયેલુ સાહસનો ઉપયોગ કરી દરેક ભારતીય રહેવાસીને ટેકનોલોજી સાથે જોડવો જોઈએ પરંતુ સાથે સાથે તેના ડેટાને પણ મજબુત બનાવી તેની સેફટી, સિકયોરીટી અને પ્રાઈવસી જાળવવી જોઈએ.

બંધારણ મુજબ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે વ્યકિતની પ્રાઈવસીએ તેનો મુળભુત અધિકાર છે. કોર્ટે એ પણ કહ્યું છે કે, યુઝર્સને પ્રાઈવસી દ્વારા પ્રોટેન્ટ કરી વ્યવસાય તેમજ સરકારે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. આધારના કેસને લઈ એક કમીટીનું નિર્માણ કરી તેમને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને તેમાં બનેલા નિયમોને પબ્લીક તેમજ પ્રાઈવેટ સેકટરે નિયમમાં લાવવા જોઈએ. તેમજ સરકાર દ્વારા ચાલતી કાર્યવાહીની સેફટી કઈ રીતે રહેશે તેનાથી પણ લોકોને માહિતગાર કરવા જોઈએ. હમણાં જ બનેલી ઘટના કેમ્બ્રીજ એનાલિટીકા ભારતીય પોલિટીકલ કેમ્પેઈનમાં ડેટાની જે ચોરી થઈ તેને લઈ સાવધ થવાની જ‚ર છે અને તેના માટેના નીયમોનું ઘડતર પણ કરવું જ‚રી બની રહ્યું છે. રાજકારણ તેમજ વ્યવસાયમાં ડેટા એ રકત જેવું કામ કરે છે. તેની જાળવણી અને સેફટી તેમજ તે ડેટા પર કંટ્રોલ ભારતનો હોવો જ‚રી બનતો જાય છે.

હવે, ભારતમાં પ્રથમ ડેટા પ્રોટેકશન લોનું ડ્રાફટ બિલ મુકવું અનિવાર્ય બની ગયું છે. જેથી કોઈને હાની ન થાય. જે નિયમોથી ખરેખર ભારતીય વ્યવસાયને વૃદ્ધિ મળે અને ફાયદો પણ અને યુરોપીયન સ્ટાન્ડર્ડ જેવા નિયમો પણ ભારતે બનાવવા જ રહ્યા પરંતુ આ બધામાં ભારતે ડેટા પ્રોટેકશનના નિયમોને કડક બનાવવા જ રહ્યો. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આપણે એવા નિયમની જ‚રૂર છે કે જેના લીધે લોકોના વ્યકિતગત હકક જળવાઈ રહે તેમજ નિયમન અને માપદંડ પ્રાઈવેટ સેકટર દ્વારા હોવું જોઈએ કે લોકોના પર્સનલ ડેટા માટે તે કંપનીઓ જવાબદારી લે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.