Abtak Media Google News

વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી, શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૫૦માં જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શ‚આત થઈ છે. તો સમગ્ર વર્ષ દરમ્યાન તેઓના પરમ ભકત પૂજય ગુરુદેવ શ્રી રાકેશભાઈ દ્વારા રચિત લેખમાળાના બાવન પુષ્પોથી આપણા જીવનને સુગંધિત કરીએ, જયોર્તિમય કરીએ. પ્રસ્તુત છે શ્રીમદ્ રાજચંદ્રજીના અખંડ પ્રચંડ સાધના‚પ જીવનની યશોગાથા.

જયોતિષજ્ઞાન

શ્રીમદ્ને અવધાની તરીકે જેવી ઝળહળતી સફળતા મળી હતી, તેવી જ સફળતા જયોતિષી તરીકે પણ મળી હતી. જયોતિષ એ ગ્રહોની ગતિના સતત અવલોકન ઉપરથી ઘડાયેલું શાસ્ત્ર છે. તેમાં કોઈ વ્યકિતના જન્મસમયે અથવા પ્રશ્ર્ન કર્યો હોય તે સમયે ગ્રહોની જે પ્રમાણે સ્થિતિ હોય તે પ્રમાણે કાગળ ઉપર ઉતારીને કુંડળી બનાવવામાં આવે છે અને તે પરિસ્થિતિ ઉપરથી ગણતરી કરીને ફલાદેશ અર્થાત્ ભવિષ્યમાં બનનાર પ્રસંગોની આગાહી કરવામાં આવે છે. જેટલો તે શાસ્ત્રના ગણિતનો અને ફલશ્રુતિનો અભ્યાસ યથાર્થ અને ચોકકસાઈભર્યો, તેટલો ફલાદેશ સત્ય આવે છે. આ જયોતિષવિજ્ઞાનમાં પણ સહજ નિમિત મળતા શ્રીમદ્ શીઘ્ર આગળ વધી ગયા.

વિ.સં.૧૯૪૨ના આસો માસમાં શ્રીમદ્ અવધાનપ્રયોગાર્થે મુંબઈ જતા પહેલા મોરબી તાબાના જેતપર ગામમાં પોતાના બનેવી શ્રી ચત્રભુજ બેચરને ત્યાં ગયા હતા. તે વખતે શ્રીમદ્ની આર્થિક સ્થિતિ સાંકડી હતી. મુંબઈ જવામાં આર્થિક લાભનો ઉદેશ પણ હતો. જેતપરમાં શ્રી શંકર પંચોળી નામના એક પ્રખ્યાત અને વિદ્ધાન જયોતિષી હતા. તેઓ ગણિતફલાદેશના સારા જાણકાર હતા. તેમને શ્રી ચત્રભુજ બેચરે શ્રીમદ્ના મુંબઈગમન તથા અર્થપ્રાપ્તિના સંબંધમાં પૂછયું. શ્રી શંકર પંચોળીએ પ્રશ્ર્નકુંડળી ચીતરીને ફલાદેશ જણાવતા કહ્યું કે મુંબઈ પ્રયાણ થશે અને અમુક મુદતમાં સારો દ્રવ્યલાભ થશે. શ્રીમદ્નું મુંબઈગમન તો થયું પણ આપેલ મુદતમાં જણાવેલો દ્રવ્યલાભ ન થયો, અર્થાત્ શ્રી શંકર પંચોળીએ ભાખેલ ભવિષ્ય સંપૂર્ણ સત્ય ન નીવડયું. જયોતિષશાસ્ત્રનો યથાર્થ અભ્યાસ હોય તો તેનો ફલાદેશ યથાર્થ થવો જોઈએ તો પછી શ્રી શંકર પંચોળીનો અમુક ફલાદેશ ફળ્યો, અમુક ન ફ્ળ્યો તેનું શું કારણ ? આવા કુતૂહલથી શ્રીમદ્ને સંપૂર્ણપણે સત્ય ફલાદેશ આવે તેવી કક્ષાની જયોતિષવિદ્યા શીખવાની વૃતિ ઉદ્ભવી. આમ, જયોતિષનું ઉંડુ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા માટેનું નિમિત શ્રીમદ્ને મળ્યું.

મુંબઈમાં શ્રીમદ્ના શતાવધાનના પ્રયોગ વખતે સભાસ્થાનમાં અનેક વિદ્ધાનો, પંડિતો, શ્રીમાનો ઉપસ્થિત હતા. તેમાં ઉચ્ચ કક્ષાના જયોતિષીઓ પણ હતા, જેઓ ચમત્કારિક અવધાનશકિત જોઈને લઘુવયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ્ પ્રત્યે સહજપણે આકર્ષાયા હતા. દસ વિદ્ધાનોએ મળી શ્રીમદ્ની જન્મકુંડળીના ગ્રહ જોયા હતા તથા એ ગ્રહને ‘પરમેશ્ર્વર ગ્રહ’ ઠરાવ્યા હતા. તેમના તરફથી શ્રીમદ્ને જયોતિષવિજ્ઞાનની જિજ્ઞાસા સંતોષાય એવા સાધનોની પ્રાપ્તિ થઈ. આવા જયોતિષીઓનું નિમિત પામી શ્રીમદે જયોતિષનો વિષય લક્ષગત કર્યો અને જે વિદ્ધાનો દ્વારા એ લક્ષ થયો તેમના કરતા પણ શ્રીમદ્ આગળ વધી જઈ જયોતિષવિદ્યામાં પારંગત બન્યા. શ્રીમદે અપ્રતિમ સ્મરણપ્રાબલ્ય અને સાતિશય ક્ષયોપશમ વડે અલ્પ સમયમાં જયોતિષવિદ્યા સાંગોપાંગ શીખી લીધી. આ અંગે મનસુખભાઈ કિરતચંદ મહેતા લખે છે કે –

‘જયોતિષ, કાવ્યાદિ, વર્તમાન દેહે અપરિચિત એવી સંસ્કૃત-માગધી આદિ ભાષામાં ગૂંથાયેલા ધર્મશાસ્ત્રો આદિનો અલ્પ વયે અલ્પ સમયમાં અને તે તે વિષયોની આમ્નાયપૂર્વક વિશિષ્ટ બોધ થઈ જવો, એ તે તે વિષયો ભૂતભવમાં અનુભવેલ અને વર્તમાનમાં સ્મૃતિગોચર થયેલ પ્રીતત થવા યોગ્ય છે: આત્માની અનંતતા, નિત્યતા, પૂર્વભવાદિની ગવાહી આપવા યોગ્ય છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.