Abtak Media Google News

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને આવેદન પાઠવ્યું

સૌરાષ્ટ્રમાં બેંકો, ઓફીસો, હોસ્પિટીલો, ઉદ્યોગો તેમજ આપાતકાલીન સેવાઓ ખુલ્લા હોવાથી તેને સંલગ્ન સ્ટેનરીની દુકાનો ઉમક સમય માટે ખુલી રાખવાની છુઠ આપવા ધી સ્ટેશનરી પેપર એન્ડ બુકસ મરચન્ટ એસોસિયરોને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓફીસો, બેંકો, હોસ્પિટલ, ઉદ્યોગો તેમજ આપાતકાલીન સેવાઓ ચાલુ હોય, તેમજ ઓનલાઇન એજયુકેશન પણ ચાલુ હોય તે ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક તાલુકા, જીલ્લાઓમા: સ્ટેનરીની દુકાનોને ખુલ્લી રાખવાની છૂટ મળી હોવાને કારણે લોકો સ્ટેશનરીની ખરીદી કરવા સૌરાષ્ટ્રમાં સ્ટેશનરીનું હબ રાજકોટ હોવાથી બહારગામથી વેપારી તેમજ સ્થાનિક કચેરીઓને સ્ટેશનરીની જ‚રિયાત પુરી પાડી શકાય. ઉપરોકત બાબતોને ધ્યાને લઇ સ્ટેશનરી, બુકમર્ચન્ટસના વેપારીઓને સરકારની ગાઇડ લાઇન મુજબ અમુક સમય માટે દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવા  ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. ગોવિંદભાઇ પટેલએ તેનાં પ્રત્યુતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીને આ અંગે રજૂઆત કરવાની ખાત્રી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.