વેરાવળમાં ખારવા સંયુકત માછીમાર બોટ એસો. દ્વારા અજાણી અને શંકાસ્પદ બોટોની અવર જવર બંધ કરવા રજુઆત

83

ત્રાસવાદી હુમલા જેવી કોઇ અધટિત ધટના બને તે પહેલા શંકાસ્પદ બોટોનું સઘન ચેકીંગ હાથ ધરાય તેવી અપીલ

ફીશીંગ નવી સીઝન શરુ થતાની સાથે જ વેરાવળ બંદરે અનય બંદરોની અજાણી અને શંકાસ્પદ બોટોની ગતિવિધી પુરજોશમાં શરુ થઇ ગયેલ છે. થોડા દિવસો પહેલા કાશ્મીરમાં ૩૭૦ ની કલમ રદ કરવામાં આવતા દરીયાઇ માર્ગે ત્રાસવાદી હુમલા થવાના ઇનપુટ ઇન્ટેલીજન્સી વિભાગને મળતા ગુજરાતનો સમગ્ર દરીયાઇ વિસ્તાર હાઇ એલર્ટ ઉપર છે.

ત્યારે વેરાવળ બંદરે આવી શંકાસ્પદ અને અજાણી બોટો કોઇપણ સરકારી એજન્સીઓની પરમીશન વિના તદ્દન અનઅધિકૃત રીતે બેરોકટોક અવર જવર કરે છે અને સ્થાનીક માચ્છીમારોનાં હિતોને ગંભીર નુકશાન પહોચાડી રહ્યા છે.

આવી બહારની બોટોનાં માચ્છીમારો સ્થાનીક બંદરમાં પ્રવેશવાના કારણે સ્થાનીક માચ્છીમારોને પોતાનો બોટો લાંગરવાની ખુબ જ મુશ્કેલી પડે છે. કારણ કે વેરાવળ બંદરે બોટોની સંખ્યાના પ્રમાણમાં બોટો લાંગરવાની તેમજ જમીન ઉપર પાર્ક કરવાની જગ્યા ખુબ જ ઓછી છે. તદઉપરાંત આવી બહારની બોટોના માચ્છીમારો દ્વારા સ્થાનીક બંદરે માછલીનું વેચાણ કરવાના કારણે સ્થાનીક માચ્છીમારોને માછલીના વેચાણમાં મોટી આથીંગ નુકશાની ભોગવવી પડે છે. વળી આવા લોકો બંદરમાં આવવા જવા માટે કોઇપણ સરકારી એજન્સીઓની પરમીશન લેવાની જરુરીયાત સમજતા નથી. અને આ બાબતથી સ્થાનીક ફીશરીઝ કચેરી તેમજ મરીન પોલીસ સહીત તમામ સરકારી એજન્સીઓ સારી રીતે વાકેફ હોવા છતા: તેઓ કયાં કારણોસર તેઓને અટકાવી શકતા નથી તે સમજાતું નથી. જેથી અમારી અપીલ છે ત્રાસવાદી હુમલા જેવી કોઇ અઘટિત બને તે પહેલા વેરાવળ બંદરમાં આવતી આવી અજાણી અને શંકાસ્પદ બોટોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે, તેમજ આવી બહારની અજાણી બોટો સરકારી એજન્સીઓની મંજુરી વગર બંદરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે, તેમજ રાઉન્ડ-ધી-કલોક જોઇન્ટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવે જેથી કોઇ અધટીત ઘટના બનવા ન પામે

Loading...