Abtak Media Google News

ભારતના શસ્ત્ર સરંજામમાં શોભા વધારશે મલ્ટીરોલ ફાઈટર જેટ એફ-૨૧

જાગ તે હૈ વો હમે સુકુન કી નિંદ સુલાકર, આંચ આયુ ખુદ પે તો ચલે પુરે વતન કો રૂલાકર તાજેતરમાં જ થયેલ પુલવામા કાંડ હુમલાથી વિશ્વ આખુ શોકમાં ડુબ્યું છે. દેશવાસીઓ શાંતિથી, સ્વતંત્રતાથી જીવી શકે તે માટે સૈનિકો બોર્ડર પર તૈનાત હોય છે એવા જ આપતા સૈનિકોની તાકાત વધારવા લોક હેડ માર્ટીને નવા કોમ્બેટ જેટ પ્લેન એફ-ર૧ ને સમાવેશ ડિફેન્સમાં કર્યો છે.

આતંકી હુમલા બાદ અમેરીકા, રશિયા, ફ્રાંસ સહીતના દેશોઓ ભારતમાં થયેલા અટેક બાદ સહકાર આપવાને નિર્ણય લીધો હતો. ત્યારે અમેરિકન ડિફેન્સ કંપની લોકહેડ માર્ટીને અનેક પ્રકારની ક્ષમતાઓ ધરાવતા ફાઇટર જેટ એફ-ર૧ ભારત માટે બનાવ્યાનું જાહેર કર્યુ હતું. જો કે આ જેટનું સંપૂર્ણ પણે નિર્માણ ભારતમાં થયા હોવાનો દાવો છે. અમેરિકન ડિફેન્ટ કંપનીને ૧૧૪ ફાઇટર એરક્રાફટ બનાવી દેવાના આદેશો આપવામાં આવ્યા હતા.

જેના ભાગરૂપે બેંગ્લોરમાં યોજાઈ રહેલા એશિયાના સૌથી મોટા એર-શો દરમિયાન નવા ફાઈટર પ્લેન એફ-૨૧ની જાહેરાત કરવામાં આવી હતી. એક સ્ટેટમેન્ટમાં તેમણે કહ્યું હતું કે, એફ-૨૧ના નિર્માણ માટે અમેરિકન કંપની ટાટા એડવાન્સ સીસ્યમ સાથે ભાગીદારી કરી રહ્યું છે. લોકહેડ કંપની એવી પેઢી છે જે આઈએએફના આર.એફ.આઈ. માટે ફાઈટર પ્લેનો પુરા પાડે છે જેના દ્વારા એફ-૧૬, એફ-૨૧ જેવા કેટલાક આધુનિક સુવિધા ધરાવતા ઓલરાઉન્ડરો ફાઈટર જેટ બનાવવામાં આવ્યા છે. જો કે તેનું નિર્માણ ભારતમાં થઈ રહ્યું હોવાના કારણે દેશના મેન્યુફેકચરીંગ ઉદ્યોગને પણ બુસ્ટર ડોઝ મળશે.

મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત એફ-૨૧નું નિર્માણ કરવામાં આવશે. ત્યારે એફ-૨૧ વિશ્વની સૌથી વિશાળ ડિફેન્સ સંસ્થા સાબીત થશે. અમેરિકા અને ભારતના મેન્યુફેકચરીંગ કંપનીઓ વચ્ચે તેના કરારો કરવામાં આવ્યા છે. ભારતની ડિફેન્સ ટીમ વધુ મજબૂત બને તે માટે જવાનોના ડાબા હાથ સમાન મદદરૂપે આ ફાઈટર જેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લોકહેડ માર્ટીન કંપની જેના દ્વારા આ પ્લેનનું નિર્માણ થઈ રહ્યું છે તે વિશ્વભરમાં ૧ લાખથી પણ વધુ નિષ્ણાંતો ધરાવતી કંપની છે જે વિશ્વભરની ડિફેન્સની જરૂરતોને પૂર્ણ કરવા માટે પ્રખ્યાત છે. આ કરારોથી ભારત અને અમેરિકા વચ્ચે વીન-વીન સીચવેશન રહેશે.

તાજેતરમાં જ થયેલ પુલવામા એટેક બાદ વિશ્વ આખુ શોકમાં ડુબ્યુ હતું ત્યારે ભારતના સંરક્ષણના હાથાઓને ધાર કાઢવાનો સમય હવે પાકી ગયો છે. જેના ભાગરૂપે બેંગ્લોરમાં થઈ રહેલ એશીયાનો સૌથી મોટો એર શો મહત્વની ભૂમિકા ભજવશે. જેમાં એફ-૨૧નું મોડેલ રજૂ કરવામાં આવ્યું છે જે ખરેખર સૈન્ય માટે ઉપયોગી બનશે અને દુશ્મન દેશોને વળતો જવાબ આપવા માટે સક્ષમ સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.