Abtak Media Google News

ફોગાટ બહેનો અને સાક્ષી મલિક કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ કોસ્ટ 2018 અને એશિયાઈ ખેલ 2018માં દેશ ને ગૌરવ અપાવવા થનગની રહ્યા છે. 2013 અને 2017ની કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન પુજા ડાંડા પાસે પણ વધુ સારા પ્રદર્શનની આશા રખાય એ સ્વાભાવિક છે. તાજેતરમાં જ  એણે વિશ્વ ચેમ્પિયન હેલી મરૌલીસ  ને હરાવી છે.

 

 

 

આ સાથે ઘાયલ થયેલ આપણા જાણીતા કુસ્તી , નિપુણ પહેલવાન પ્રવીણ કુમારની કમી પૂરી કરવાની પૂરી કોશિસ પ્રવીણ રાણા કરશે જ. એશિયાઈ કુસ્તીમાં ગોલ્ડ મેડલ વિજેતા બજરંગ પુનિયા પણ કોમન વેલ્થ અને એશિયાઈ ખેલમાં પોતાનું કૌવત બતાવવ ભરપૂર પ્રયાસ કરી 2014ની પોતાની અસફળતાને ઢાકી દેવા તત્પર છે.

બસ… કોશિસ કરનેવાલોકી કભી હાર નહીં હોતી… જીતવા માટેનું ઝનૂન જળવાશે તો ભારતને મેડલ ભૂખ 100 ટકા સંતોષાસે જ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.