Abtak Media Google News

એશિયાડ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતને ફાળે બીજો ગોલ્ડ મેડળ આવ્યો છે. ટેનિસમાં રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીએ 18મી એશિયન ગેમ્સમાં શુક્રવારે ભારતને ટેનિસમાં ગોલ્ડ મેડલ અપાવ્યો. રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીએ કઝાકિસ્તાનની જોડી એલેકઝાન્ડર બુબલિક અને ડેનિસ યેવસેયવ વિરુદ્ધ 6-3, 6-4થી મેચ જીતી છઠ્ઠા દિવસે બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

ભારતીય જોડીએ આ મુકાબલો જીતતાં 52 મિનિટ થઈ. ભારતે એશિયાડમાં પુરૂષ જોડીમાં 8 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલાં 2010માં ઇંચિયોન એશિયાડમાં સોમદેવ દેવવર્મન અને સનમ સિંહની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બોપન્નાએ પહેલી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. તો દિવિજ શરણે બીજી વખત એશિયાડમાં મેડલ મેળવ્યો છે. તેને 2014માં યુકી ભાંબરી સાથે પુરૂષ જોડીનો બ્રોન્ઝ મેડલ પણ જીતી ચુક્યાં છે.આ પહેલાં રોઈંગમાં પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ભારતને એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.