Abtak Media Google News

રાજકોટને સ્માર્ટ સિટી મિશનમાં ટેકનિકલ અને નાણાંકીય સહયોગ પણ પ્રાપ્ત શે: મ્યુનિ.કમિશનર સાથે વિવિધ પ્રોજેકટ વિશે પરામર્શ

રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી મિશનના અમલીકરણમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવી રહેલ “રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ” ચેરમેન અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની સો એશિયન ડેવલોપમેન્ટ બેંકની ટીમ સો આજી વિવિધ પ્રોજેક્ટ વિશે પરામર્શનો પ્રારંભ યો હતો. આ વિશે વાત કરતા બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા દેશના કુલ પાંચ શહેરોના સ્માર્ટ સિટી મિશનમાં ટેકનિકલ સહયોગ આપવાનું નક્કી કરવામાં આવેલ છે તેમાં રાજકોટનો સમાવેશ પણ યો છે. જે અનુસંધાને એશિયન ડેવલોપમેન્ટ બેંકની એક ટીમ આજે રાજકોટની મુલાકાતે આવી છે. આ દરમ્યાન આજે સવારી રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે સ્માર્ટ સિટી મિશનમાં સમાવેશ પામેલા વિવિધ મેગા પ્રોજેક્ટ અંગે એશિયન ડેવલોપમેન્ટ બેંક અને મહાનગરપાલિકા વચ્ચે ચર્ચા વિચારણાનો પ્રારંભ યેલ છે.તેમણે વધુમાં એમ કહ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ સિસ્ટમ, ડ્રેનેજ સિસ્ટમ અને પર્યાવરણ સંબંધી વિવિધ પ્રોજેક્ટ વિશે ચર્ચા શરૂ કરવામાં આવી હતી. ચર્ચાનો આ દૌર આવતીકાલે તા.૧૪-૯-૨૦૧૭ અને જરૂર જણાયે પરમ દિવસે તા.૧૫-૯-૨૦૧૭ ના રોજ પણ યાવત રહેશે.કમિશનરએ રાજકોટના ભૌગોલિક વિકાસ, સામાજિક પરિસ્િિત, શહેરના પર્યાવરણ અને આબોહવા સહિતની અન્ય કેટલીક બાબતો અંગે પણ એશિયન ડેવલોપમેન્ટ બેન્કને વાકેફ કરી હતી, અને રાજકોટની મૂળભૂત પરિસ્િિત મુજબ આજની ચર્ચામાં વોટર વર્કસ, ડ્રેનેજ અને પર્યાવરણ લગત પ્રોજેક્ટ્સની ચર્ચાને અગ્રતા આપી હતી. આગામી દિવસો દરમ્યાન સ્માર્ટ સિટી મિશનના અન્ય સમાવિષ્ટ પ્રોજેક્ટ વિશે ચર્ચા શે.તેમણે એશિયન ડેવલોપમેન્ટ બેન્કને પૂરક માહિતી આપતા કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં મુખ્ય બે કોમ્પોનન્ટ છે. જેમાં (૧) જે તે ચોક્કસ વિસ્તાર આધારિત વિકાસ અને (૨) સમગ્ર શહેરને આવરી લેતા એટલે કે “પાન સિટી સ્માર્ટ સોલ્યુશન પ્રોજેક્ટ” નો સમાવેશ ાય છે.ગ્રીનફિલ્ડ( હરિયાળી વિકાસ) મુખ્ય બે પ્રોજેક્ટ સો જેમાં કોશલ્ય સવર્ધન કેન્દ્ર, રમત-ગમત સુવિધા, ન્યુ રેસકોર્ષ, તળાવોનું નવીનીકરણ, વૈશ્વિક કક્ષાની આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠો, બી.આર.ટી.એસ, સલામતી માટે સીસી ટીવી કેમેરાની સુવિધા સોલાર પાવર પ્લાન્ટ, ગ્રીન બિલ્ડીંગ, વિગેરે માટે રૂ.૨૬૨૩ કરોડના પ્રોજેક્ટો મુકવામાં આવેલ છે જેમાં રૂ.૨૧૭૭ કરોડ ગ્રીનફિલ્ડ ડેવલોપમેન્ટ માટે અને રૂ.૪૪૬ કરોડ પાનસિટી સોલ્યુસન માટે મુકવામાં આવેલ છે.મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એ પણ યાદ અપાવ્યું કે, કેન્દ્ર સરકારશ્રી તરફી સ્માર્ટ સિટી મિશનમાં રાજકોટના સમાવેશ બાદ તુર્ત જ રૂ. ૧૯૪ કરોડની ગ્રાન્ટ મંજુર કરી દેવામાં આવેલ હતી. શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ તા વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૫૦૦ કરોડ, રાજ્ય સરકાર દ્વાર રૂ.૨૫૦ કરોડ, અને રૂ.૨૫૦ કરોડ મ્યુની. કોર્પોરેશનનો ફાળો ગણી કુલ રૂ.૧૦૦૦ કરોડના વિકાસ કામો તાત્કાલિક હા ધરી શકાશે. આજે મળેલી બેઠકમાં કમિશનર બંછાનિધિ પાની ઉપરાંત ડેપ્યુટી કમિશનરઓ અરૂણ મહેશ બાબુ અને ચેતન નંદાણી તેમજ તમામ સિટી એન્જીનીયરઓ, એડી. સિટી એન્જીનીયરઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્તિ રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.