Abtak Media Google News

એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ બીજી વખત આમને સામને થશે. આ પહેલાં 19 સપ્ટેમ્બરે ભારતે 8 વિકેટે જીત પ્રાપ્ત કરી હતી. આજે જીતનારી ટીમ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. ભારતે સુપર-4ની પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે. તો પાકિસ્તાને અફઘાનિસ્તા સામે જીત મેળવી છે. આજે હારનારી ટીમ જો ફાઈનલમાં જગ્યા બનાવવા માંગશે તો તેને સુપર-4નો છેલ્લો મુકાબલો કોઈ પણ કાળે જીતવો જ પડશે.

ભારત અને પાકિસ્તાન 10 વર્ષ પછી એક એશિયા કપમાં બીજી વખત સામસામે રમશે. આ પહેલાં વર્ષ 2008માં પાકિસ્તાનમાં થયેલાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મુકાબલા થયાં હતા. ત્યારે પહેલી મેચમાં ભારત અને બીજી મેચ પાકિસ્તાન જીત્યું હતું.

India Pak Match 1 1537673

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.