Abtak Media Google News

એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની વચ્ચે રમવામાં આવશે. સમગ્ર દુનિયાની નજર આ મેચ પર ટિકાયેલી રહી છે. તે એટલાં માટે કે હવે જોવાનું એ રહ્યું કે, શું ભારતીય ક્રિકેટ ટીમ ગયા વર્ષે થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીનાં ફાઇનલમાં મળેલી હારનો બદલો પાકિસ્તાન જોડેથી લઇ શકશે કે નહીં. તો આવો જાણીએ કે આ મેચનાં પહેલા આખરે કઇ ટીમનું પલ્લું ભારે પડશે.

બંને ટીમો 1 વર્ષ બાદ ફરી વાર સામસામે ભિડાવા જઇ રહી છે. એશિયા કપમાં આનો રેકોર્ડ જો જોવામાં આવે તો ભારતનું પલ્લું પાકિસ્તાનથી થોડુંક ભારે નજરે આવે છે. 1984થી શરૂ થયેલ એશિયા કપ ટૂર્નામેન્ટનાં ઇતિહાસમાં બંને દેશોનો 12 વાર સામનો થઇ ચૂકેલો છે. જેમાં ભારતે 6 તો પાકિસ્તાને 5 મેચ જીતી છે. ત્યાં એક મેચ સ્થગિત રહી.

Cl Pak Vs Ind Info1એશિયા કપનું પ્રથમ ટુર્નામેન્ટ 1984માં સંયુક્ત અરબ અમીરાતમાં આયોજિત કરવામાં આવ્યો હતો. તેમાં ભારત, શ્રીલંકા અને પાકિસ્તાને ભાગ લીધો હતો. ભારતે પ્રથમ મેચ શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને જીતી હતી. ભારતનો ફાઇનલમાં પાકિસ્તાન સામે ટક્કર થઇ હતી. ભારતે પહેલા બેટિંગ કરતા 188 રન બનાવ્યાં હતાં. જવાબમાં પાકિસ્તાની ખેમા 134 રનો પર જ ઢેર થઇ ગઇ હતી અને ભારતે પહેલી વાર ખિતાબ પર કબ્જો કર્યો હતો.

એશિયા કપમાં ભારતનો પાકિસ્તાન સામે ઘણો સારો એવો રેકોર્ડ રહ્યો છે. ભારતે એશિયા કપમાં અત્યાર સુધી કુલ 43 વનડે મેચ રમી, જેમાં 26માં તેઓએ જીત હાંસલ કરી હતી, જ્યારે 16માં હાર ઝેલવી પડી. પાકિસ્તાને 41 વનડે મેચ અત્યાર સુધી રમ્યાં છે. જેમાં તેને 25માં જીત મળી અને 15 હાર્યાં. બંનેની વચ્ચે એક મેચમાં પરિણામ ના મળી શક્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.