જામનગર મહાપાલિકાના આસિ. મ્યુ.કમિશનરના પ્રમોશનને હાઈકોર્ટમાં પડકાર

ચીફ એકાઉન્ટન્ટની ભરતી અને પ્રમોશનને હાઈકોર્ટમાં પડકારતા આરટીઆઈ એકટીવીસ્ટ

જામનગર મહાપાલિકાના ચીફ એકાઉન્ટન્ટની ભરતી અને તેને આસી. કમિશનરના અપાયેલા ગેરકાયદે પ્રમોશન અંગે આરટીઆઈ એકટીવીસ્ટ કલ્પેશ આસાણીએ જાહેરહિતની અરજી કરી હાઈકોર્ટમાં પડકારતા મહાપાલિકા વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે.

જામનગર કોર્પોરેશન દ્વારા કાયદાને નેવે મુકી ચીફ એકાઉન્ટન્ટ નિર્મલની ભરતી અને ગેરકાયદે આસી. કમિશ્નર ટેક્સનુ પ્રમોશન બંનેને હાઇકોર્ટમાં પડકારવામા આવતા ખળભળાટ મચ્યો છે. વર્ષોથી ચાલી આવતી ગેરરિતી હવે ન્યાયના ત્રાજવે તોળાશે જેથી ગેરબંધારણીય રીતે જમાવટ કરી ગયેલા આ ચીપકુને પછડાટ મળશે તેમ કાયદાશાસ્રીઓનુ તારણ છે. ન્યાયના દ્વારે પહોંચેલા પ્રકરણથી ચીફ એકાઉન્ટન્ટ અને આસી. મ્યુનિ. કમિશનર સહિત જવાબદારો તમામના પગ તળે રેલો આવ્યો છે. અને સૌ શિયાવિયા થઇ ગયા હોવાનું મનપાના વર્તુળોમાંથી જાળવા મળે છે.

જામનગર મ્યુ. કોર્પોરેશનના બહુચર્ચિત આસીસ્ટંટ કમિશ્નર(ટેકસ) જીગ્નેશ નિર્મળની ઈલીગલ ભરતી અને આ અધિકારી ધ્વારા થયેલ ગેરકાનૂની પ્રવૃતિ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત હાઇકોર્ટના હુકમની અવગણના કરવા અંગે જામનગરના આર.ટી,આઈ. એકટીવીસ્ટ કલ્પેશ આશાણીએ ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન દાખલ કરી છે.

જે હાઇકોર્ટ ધ્વારા સ્વીકારવામાં આવી છે, જેમાં આસીસ્ટંટ કમિશ્નર (ટેક્સ) જીગ્નેશ નિર્મળની ગેરકાયદેસરની ભરતીના મુદાઓ પડકારવામાં આવ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડના ઠરાવની અવગણના કરી કમિશ્નર ધ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી, તે અંગે તેમજ આ આધિકારીની લાયકાત ન હોવા છતાં પણ આ અધિકારીને આસીસ્ટંટ કમિશ્નર(વહીવટ) જેવા હોદા ઉપર બિરાજમાન કરવામાં આવેલ છે. આ અંગે જામનગર મહાનગર પાલિકાને ન ભરપાઈ થઇ શકે તેવી બહુ જ મોટી ખોટમાં મૂકી દીધેલ છે. જે આ જાહેર હિતની અરજીમા મુખ્ય મુદા તરીકે રજુ કરી પારદર્શીતા માટે ન્યાયીક હુકમની માંગણી કરાઇ છે.

ગુજરાત હાઇકોર્ટના સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન નં.૭૧૮૧/૨૦૧૮ અને ૧૮૦૦૦/૨૦૧૮ ના ચુકાદામાં જણાવ્યા મુજબ આ અધિકારી નિર્મલએ તેના હોદાનો દુરઉપયોગ કરી પ્રોપર્ટીટેકસના બીલો ફાળવી દીધેલ છે, અને મ્યુ. કોર્પોરેશનને મોટો ફટકો પડેલ છે. જે ખુબ ગંભીર બાબત ગણાય છે.

સુપ્રીમકોર્ટના સિવિલ એપ્લીકેશન કેશ નં ૯૪૬૩/૯૪૬૩/૨૦૦૩ વિરુધ્ધ જઈ જામનગરની જનરલ પોસ્ટ ઓફીસમાં જઈ આ અધીકારી જીગ્નેશ નિર્મલએ સેન્ટ્રલ ગવર્મેન્ટ નું કાર્ય અટકાવી જનરલ પોસ્ટ ઓફીસને બાનમાં લઇ ગેરકાયદે રીતે સીલ મારી દીધેલ અને ફરજમાં રુકાવટ કરેલ હતી તે મુદો આ પીઆઇએલમા આવરી લેવાયો છે.

વધુમાં ચીફ એકાઉન્ટન્ટે કરોડોની ગ્રાન્ટ સરકારી બેંકમાં મુકવાને બદલે પ્રાઇવેટ બેન્કમાં મૂકી તગડું કમીશન મેળવ્યુ હોવાના મુદા સહીત અનેક વિષયની છણાવટ પુરાવા સાથે કલ્પેશ આશાણીએ ગુજરાત હાઇકોર્ટના વકીલ અલ્કાબેન વાણીયા મારફત દાખલ કરેલી સ્પેશીયલ સિવિલ એપ્લીકેશનમાં કરી છે જેમાં જવાબદાર તરીકે ચીફ સેક્રેટરી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર, કમિશ્નર જે.એમ.સી. જામનગર લેબર ઓફિસર જે.એમ.સી ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ જામનગર અને જીગ્નેશ નિર્મળ આસીસ્ટંટ કમિશ્નર (ટેકસ)ને જોડવામાં આવેલ છે.

તમામ સામે પગલા લેવાનો નિષ્ણાંતોનો મત

અત્રે એ ઉલ્લેખનીય છે નાણાકીય બાબતએ કોર્પોરેશનની કરોડરજ્જુ છે, ત્યારે બિલાડીને દુધના રખોપા કરવા અપાયા જેવી સ્થિતિ વર્ષોથી ચાલી રહી છે, જે અટકાવવા સરકારના હુકમ કોર્પોરેશનના ઠરાવો તેમજ અનેક લીગલ ઓપીનિયનને નેવે મુકી ચીલો ચાતરી નિર્મળે ગેરકાયદે રીતે પોતાની ભરતીથી માંડી લાયક નથી છતા પ્રમોશન મેળવી લીધા હોય તેની સામે થોકબંધ ફરિયાદો છે. ગેરરિતીઓના પુરાવા છે છતા સતાવાળા અને શાસકો પણ આ બાબતે પગલા લેતા ન હોઇ વર્ષોથી રંધાયેલુ આ ગેરકાયદે પ્રકરણ કોર્પોરેશનને તો ઉધઇની જેમ કાતરે છે. ઉપરાંત ન્યાયના પક્ષમા ન હોવા છતા નિર્મલને ખુલેઆમ અને ખાનગીમાં કોણ-કોણ રક્ષણ આપે છે, તે તમામની સામે પગલા લેવાય અને કોર્પોરેશનની ખોટ નુકસાની તેમજ પ્રતિષ્ઠા હાનીની વસુલાત જીજ્ઞેશ નિર્મળ પાસેથી થાય તેવો એક્સપર્ટ ઓપીનિયન પણ કાયદા નિષ્ણાંતોનો છે.

Loading...