Abtak Media Google News

શહેરના જુદા જુદા વિસ્તારમાં ર૪ કિલોમીટરના રુટ ઉપર ઉચ્ચ અધિકારીઓ સહિત ૧૦૪ર પોલીસ જવાન તૈનાત કરાશે

શહેરમાં આગામી તા.૪ ના રોજ અષાઢી બીજ નિમીતે નિકળનારી રથયાત્રામાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.શહેરમાં અષાઢી બીજ નીમીતે નાના મવા ગામ ખોડીયાર મંદીર પર શરુ થશે અને શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી રથયાત્રા પરત નાના મવા ગામાં પૂર્ણ થશે.આ રથયાત્રાનો રૂટ આશરે ર૪ કિલોમીટરનો છે જેમાં આગળના ભાગે રથ અને પાછળના ભાગે ૪પ થી પ૦ જેટલા વાહનો જોડાશે.

રથયાત્રા દરમ્યાન રથ સાથે અને રથની પાછળના ભાગે જોડાનાર વાહનો સાથે પણ વીડીયોગ્રાફર સાથે અસરકારક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે.

રથયાત્રાના પસાર થવાના રુટમાં આવેલા સંવેદનશીલ પોઇન્ટ ખાતે અસરકારક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.