Abtak Media Google News

રાજકોટ બીએપીએસ છાત્રાલયનો દશાબ્દી મહોત્સવ ઉજવાયો

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૬ દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે. તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં રાજકોટના બી.એ.પી.એસ.છાત્રાલયને દસ વર્ષ પૂર્ણ થતા હોવાથી ગઈકાલે તેનો દશાબ્દી મહોત્સવ ઉજવાયો હતો.

પ્રાત: પૂજામાં પ્રમુખસ્વામી મહારાજની જેમણે અંતિમ સમય સુધી સેવા કરી હતી તેવા સેવકસંત પૂ.નારાયણચરણ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગોની સ્મૃતિ હરિભક્તોને કરાવી હતી. આ ઉપરાંત છાત્રાલયના યુવકોએ બી.એ.પી.એસ.છાત્રાલય પ્રવૃતિના સ્થાપક બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના યુવકો પરના વાત્સલ્યના પ્રસંગોની રજૂઆત કરી હતી.તેમજ સાંજના સમયે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં મંદિરના પ્રાંગણમાં સમૂહ વર્તમાન વિધિનો કાર્યક્રમ યોજાયેલો. જેમાં બાળકો, યુવાનો અને વડીલો સહિત કુલ ૧૦૦૦ જેટલા ભાવિકોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની હાજરીમાં વર્તમાન વિધિમાં જોડાઈને કંઠી ધારણ કરી હતી.સાયંસભામાં છાત્રાલયના યુવકો દ્વારા સિંહસંતાનો મહંતસ્વામીના વિષયક અદ્ભુત સંવાદની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.આ સંવાદમાં છાત્રાલયમાં યુવકોનું કેવું ઘડતર થાય છે તેના ગુણો રજુ કરવામાં આવ્યા હતા.તેમજ અક્ષરપુરુષોત્તમ છાત્રાલયની અભિવંદના કરતુ નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમોમાં ૧૦૦થી પણ વધારે યુવકોએ ભાગ લીધો હતો.

2019 11 02 1401 1

બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ૧૬૨થીપણ વધુસામાજિક પ્રવૃતિઓ ચાલે છે.જેના ભાગરૂપે ૧૭થી પણ વધારે છાત્રાલયો કાર્યરત છે. જેમાં રાજકોટમાં કાલાવડ રોડ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય કાર્યરત છે જેની સ્થાપના ૨૦૦૯મા થઈ હતી.હાલ તેમાં ૧૮૨ વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે.

આ તકે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે, સંપૂર્ણ શરીર નિરોગી હોય પણ શ્વાસ લેવામાં તકલીફ હોય તો નકામું છે તેમજ કોઈ પણ સાધનમાં મહિમા ન હોય તો તે નકામું છે, જેમ જેમ વ્યક્તિમાં ગુણોની વૃદ્ધિ થાય છે, તેમ તેમાં નમ્રતા આવે છે, નિર્માનીપણુંએ આંતરિકગુણ છે, બહારનો દેખાવ નહિ, બીજાના વખાણ થાય એ પણપોતાના વખાણ થવા જેટલું જ ગમે એને જ બીજાનો  મહિમા સમજ્યા કહેવાય, બીજાનું ખરાબ દેખાય એવા વચન ક્યારેય ન બોલવા.

Img 3684

બી.એ.પી.એસ.ના અક્ષરપુરુષોત્તમ છાત્રાલયોમાં આપવામાં આવતી સંસ્કૃતિ, શિક્ષણ અને આધુનિક સુવિધાઓનાસુભગ સમન્વયનેકારણે તે વિદ્યાર્થીઓ માટે કેળવણીધામ બન્યા  છે.

દરેક છાત્રાલય પાસે એક વાંચન માટેની શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવતું વાંચન ખંડ અને લાઇબ્રેરી હોય છે. છાત્રાલયો દ્વારા સંચાલિત કોચિંગ સેન્ટરોમાં નિ: શુલ્ક સેવા પ્રદાન કરનારા શિક્ષકો અને પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થી સમૃદ્ધ અને મૂલ્યવાન માર્ગદર્શન મેળવે છે.

સંસ્થાના અનુભવી અને શિક્ષિત સંતો દરેક વિદ્યાર્થીઓને નૈતિકતાનાપાઠ શીખવે છે. સાથે  સાથે દરેક વિદ્યાર્થીને પ્રેમ અને સ્નેહ પૂરો પાડવાની કાળજી લે છે.

શૈક્ષણિક છાત્રાલયો વિદ્યાર્થીઓને એક એવું વાતાવરણ પૂરું પાડે છે જ્યાંવિદ્યાર્થીઓને સંગીત, અભિનય  અને રમતગમત જેવા અનેક પાસામાં  તેમના વિશેષ રસને અનુસરવાની તકો પણ પ્રદાન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.