ટ્રાફિકના નવા નિયમની અમલવારીની મુદત વધતા કોંગ્રેસે ફટાકડા ફોડયાં

116

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવા ટ્રાફિકના નિયમોની અમલવારીની મુદતમાં વધારો કરી લોકોને રાહત આપી છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આ મુદતમાં વધારો તા અને લોકોને અકળાવી મુકતા નિયમની મુદતમાં વધારો તાં ફટાકડા ફોડી ખુશી મનાવી હતી. છેલ્લા ઘણા દિવસી શહેર કોંગ્રેસ, અલગ અલગ સંસઓ, મંડળો તેમજ પ્રજાજનો તરફી હેલ્મેટના નવા નિયમનો વિરોધ ઉઠયો હતો. લોકોએ મોંઘા ભાવે હેલ્મેટ ખરીદી, પીયુસી કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહી ફરજિયાત લદાયેલા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તકલીફ વેઠી હતી. આ મુદ્દે શહેર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો અને અનેક આશ્ર્ચર્યજનક કાર્યક્રમો આપ્યા હતા. આજે વાહન વ્યવહાર મંત્રીની જાહેરાતી વાહન વ્યવહારના નવા નિયમો લાગુ કરવાની મુદત લંબાવાઈ છે અને લોકોને રાહત મળી છે જે માટે શહેર કોંગ્રેસે આજે જિલ્લા પંચાયત ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી મનાવી હતી.

Loading...