Abtak Media Google News

ઓબીસીમાં સમાવીને પાંચ ટકા અનામત આપવાની માંગ કરી રહેલા ગુર્જરોએ ગેહલોત સરકારને આપેલુ અલ્ટીમેટમ પૂર્ણ થતા મહાપંચાયત યોજીને આંદોલન છેડવામાં આવ્યું: સફાળી જાગેલી ગેહલોત સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી

દેશભરમાં વિવિધ જ્ઞાતિ સમાજોને અનામતનો લાભ આપવ ઉઠી રહેલી માંગણીઓને સંતોષવા મોદી સરકારે તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે અંતર્ગત બંધારણમાં સુધારો કરીને આર્થિક રીતે પછાત સર્વણોને ૧૦ ટકા અનામતનું પેકેજ અપાયું હતુ પરંતુ આપણા દેશમાં જ્ઞાતિ-જાતી પ્રથાના આધારે અપાતા અનામતના લાભ મેળવવા માટે વિવિધ સમાજોની લાગણી એટલી પ્રબળ છે કે આર્થિક રીતે પછાત માટે અપાયેલા અનામતનો લાભથી તેમને સંતોષ નથી લોકસભાની ચૂંટણીના પડધમ વાગ રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં લાંબા સમયથી અનામત આપવાની માંગણી કરતા ગુર્જરોમાં ફરી સળવળાટ થવા પામ્યો છે.

રાજસ્થાનમાં ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ગઈકાલથી ગુર્જરોએ અનામત માટે આંદોલનનો ફરીથી પ્રારંભ કર્યો છે. ગુર્જર સમાજના લોકોએ રસ્તા પર ઉતરી આવીને સવાઈ માધોપૂર જિલ્લામાં મલારના ડુંગર પાસે રેલવે લાઈનો પર બેસી ગયા હતા ગુર્જર નેતા કીરોડીસીંગ બેસતા અને તેમના સમર્થકો દ્વારા છેડાયેલા આ આંદોલનથી દિલ્હી અને મુંબઈ વચ્ચે આ રૂટ પર ચાલતી અનેક ટ્રેનોને રોકી દેવી પડી હતી અનેક ટ્રેનોને ડાયર્વટ પણ કરી દેવામાં આવી હતી જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી હતી.

કીરોડસીંગ બૈંસલાએ ગુર્જરો ઉપરાંત રાયકા રબારી, ગાડીયા લુહાર, અને ગાડરીયા સમાજના લોકોને ઓબીસીમાં સમાવીને શૈક્ષણીક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પાંચ ટકા અનામત આપવાનીતેમની માંગણીઓનો પુર્નોચ્ચાર કરીને આ વખતની તેમની લડાઈને આરપારની હોવાનું જણાવ્યું હતુ ફરીથી શરૂ થયેલી આ લડત મુદે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આંદોલનકારીઓને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતુકે તેઓ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી ધ્યાન રાખી રહ્યા છે.

ફરીથી શરૂ થયેલા ગુર્જર આંદોલનને ધ્યાનમાં રાખીને ગેહલોત સરકારે રાજધાની જયપૂરમાં ઉચ્ચસ્તરીય બેઠકોનાં ધમધમાટ શરૂ થઈ ગયા છે. તેમાં આંદોલનકારી ગુર્જર આગેવાનો સાથે વાતચીત કરીને આ માંગનો રસ્તો કાપવા માટેનું આયોજન ઘડી કાઢવા મથામણ કરવામાં આવી હતી. આ પહેલા ગુર્જર નેતાઓએ ગઈકાલે મલારના ડુંગર પાસે ચૌહાણપૂરા મકસુદનપુરામાં મહાપંચાયતનં આયોજન કર્યું હતુ જેમાં અનામત માટે ફરીથી આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આંદોલનકારી નેતાઓએ અશોક ગેહલોત સરકારે પોના વાયદાઓ પર ખરૂ ઉતરવું જોઈએ હાલમાં હાલત બદલાય છે. પરંતુ આ વખતે અમે નહી ચૂકીએ.

ગુર્જર નેતાઓએ રેલ રોકો આંદોલન કર્યા બાદ રાજયભરમાં રસ્તા અને રેલ માર્ગ રોકવાની ચેતવણી પણ આપી હતી ઉલ્લેખનીય છે કે રાજયમાં ગુર્જરો સહિતના પાંચ સમાજોને અનામતનો લાભ આપવા છેલ્લા ૧૪ વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે. ગુર્જરોએ અનામત માટે ફરીથી આંદોલનનો માર્ગ અપનાવતા સફાળી જાગેલી ગેહલોત સરકારે મોડી રાત્રે એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાની જાહેરાત કરી હતી આ સમિતિ ગુર્જર નેતાઓ સાથે ચર્ચા કરીને સમાધાન કારી માર્ગ કાઢવાનો પ્રયાસ કરશે. આ સમિતિમાં આરોગ્ય મંત્રી રઘુ શર્મા, પ્રવાસન મંત્રી વિશ્ર્વેન્દર સીંગ, સામાજીક ન્યાય મંત્રી ભંવરલાલ અને સીનીયર સરકારી કર્મચારીઓનો સમાવવામા આવ્યા છે.

તાજેતરમાં રાજસ્થાનમાં યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવામાં ગુર્જરો મતદારોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કોંગ્રેસની સરકાર આવ્યા બાદ ગુર્જરોની અનામતની માંગણી માટે હજુ સુધી કોઈ નિર્ણય ન થતા ગુર્જર નેતા બૈંસલાએ ગત માસમાં ગેહલોત સરકારને ૨૦ દિવસનું અલ્ટીમેટમ આપીને અનામત અંગે યોગ્ય નિર્ણય કરવા તાકીદ કરી હતી. જેની ડેડલાઈન ગઈકાલે પુરી થતા ગુર્જરોની મહાપંચાયત યોજાઈ હતી. જેમાં ફરીથી આંદોલન છેડવાનો નિર્ણય કરીને ચકકાજામ કરી દેતા ગેહલોત સરકાર દોડતી થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.