Abtak Media Google News

શેર વિથ સ્માઈલ એનજીઓ દ્વારા શાળા નં. 47 આંગણવાડીના બાળકોને વિવિધ વસ્તુઓનું વિતરણ

શેર વીથ સ્માઈલ એનજીઓ વધુ એક વખત ભૂલકાઓનાં ચહેરા ઉપર સ્માઈલ લાવવા મદદરૂપ થઈ છે. શાળા નં.47 આંગણવાડીનાં બાળકોને વિવિધ વસ્તુઓનું વિતરણ કર્યું હતુ. શેર વીથ સ્માઈલ એનજીઓ દ્વારા તાજેતરમાં શાળા નં.47મા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં 70 જેટલા ભૂલકાઓને કપડા, મીઠાઈ અને ફટાકડાની કીટ આપવામાં આવી હતી. આવતીકાલે ઝુંપડપટ્ટીના બાળકોને પણ તહેવારોને લઈ કપડા, મીઠાઈ અને ફટાકડા અપાશે આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ચાંદલી આશ્રમ મહંત મહેશ્ર્વરીનાથજી પણ હાજર રહ્યા હતા. આઉપરાંત હિતાબેન મહેતા અને રોટરી કલબના પ્રેસીડેન્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં રોટરી કલબનો સહકાર મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.