આત્મનિર્ભર ભારતની ફલશ્રુતી વૈશ્વિકસ્તરે સધ્ધર અર્થતંત્ર માટે આપણે સમય અને સંજોગો પારખતા શીખી ગયા, આયાત ક્ષેત્રને સીમીત કરવામાં સફળતા

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સિધ્ધ કરવા તરફ સમગ્ર દેશનું ઉદ્યોગજગત, સામાજિક વ્યવસ્થા અને સમગ્ર દેશના તમામ ઉદ્યોગીક ક્ષેત્ર સાબ્દે થઈ ગયા હોય તેમ ભારતમાં આયાત ક્ષેત્રને સીમીત કરવા આત્મનિર્ભર અભિગમ સાથે સમય-સંજોગોની જરૂરીયાતને ધ્યાને લઈ દેશમાં પરાવલંબનતાની પરિસ્થિતિ સુધારવા માટે પરદેશથી આયાત કરવામાં આવતી ચીજોની જરૂરીયાત ઓછી થાય તેવા અભિગમ સાથે વૈકલ્પીક ધોરણોને આદર્શતાથી અમલમાં મુકવાના પ્રયાસોને હવે સફળતા મળવા લાગી હોય તેમ વૈશ્ર્વિક મંચ પર ભારતનું આ આત્મનિર્ભર વલણ પરિણામદાયી બનવા લાગ્યું છે. ભારત, ચીન, રશિયા, અમેરિકા, બ્રાઝીલ અને વિશ્ર્વના અનેક ઔદ્યોગીક ઉત્પાદક દેશો સાથે ભારતના આયાત-નિકાસના ક્ષેત્રો અને વેપાર-વ્યવહાર સાથે જોડાયેલા આપણા દેશના એવા ૪૦ થી વધુ ક્ષેત્ર છે કે જેમાં સ્થાનિક ધોરણે ઉત્પાદન અને પગભરતા વધારવામાં આવે તો આયાતનો મોટો આંક સીમીત બની જાય અને દેશ માટે કિંમતી હુડીયામણની બચત થાય. ચીનની જ વાત કરીએ તો ભારતના ઓટો મોબાઈલ સ્પેર પાર્ટસ, ટેક્ષ ટાઈલ્સ ઉદ્યોગ, પોલાદ ઉદ્યોગ, ફાર્માસ્યુટીકલ ક્ષેત્ર, આઈટી અને કોમોડીટી ક્ષેત્રના વેપારમાં ભારતની આત્મનિર્ભરતાથી ચીન પરની આયાત પરાવલંબનતા શુન્યત: સુધી કરી શકાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે દેશના ઉદ્યોગ જગતને આત્મર્નિભર અભિગમ અપનાવવા પ્રારંભમાં મેઈક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ પ્રોજેકટ અને હવે સંપૂર્ણપણે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે જે ક્રાંતિકારી પગલા લીધા છે તેમાં સારા પરિણામો મળવા લાગ્યા છે. નાના અને લઘુ, મધ્યમ ઉદ્યોગોને સરળતાથી ધીરાણ નવા વ્યવસાય કરવા માટે મંજૂરીની સરળતા, નિશ્ર્ચિત સમય સુધી કર મુક્તિ અને ઉત્પાદન વધારવા માટે જરૂરી એવા મજૂર કાયદામાં વ્યાપક છુટછાટો જેવા પાયાના સુધારાઓ હવે દેખાવા લાગ્યા છે. ભારત આત્મનિર્ભર બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે.

ચીન સહિતના ભારતના વેપારીક પ્રતિસ્પર્ધીઓ પર દેશનું અવલંબન ઓછુ થાય તે દીશામાં જે રીતે કામ શરૂ થયું છે તે જોતા આગામી એક જ દાયકામાં ભારતના વિશ્ર્વ વ્યાપાર વ્યવસ્થાના સમુળગા પરિમાણો જ બદલાઈ જશે. જે જે દેશોમાંથી ભારત પોતાની જરૂરીયાત આયાત કરી રહ્યું છે, શકય છે કે આવનાર દિવસોમાં ભારત વિશ્ર્વમાં પોતાના માલની નિકાસ કરતું થાય. વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર અભિયાનના પ્રભાવથી ભારત અત્યારે અનેક ક્ષેત્રમાં આયાત ઉત્તરોતર ઘટાડવામાં સફળતા મેળવવા લાગ્યું છે જે વિશ્વકક્ષાએ ભારતની મોટી વૃદ્ધિ ગણાય

Loading...