Abtak Media Google News

ખ્યાતનામ ગ્રુપ દ્વારા છત્રી રાસ, તલવાર રાસ, બેડા રાસ પ્રસ્તુત શે: ચિલ્ડ્રન પ્લે એરિયા, સેલ્ફી ઝોન, ટેટુ ઝોન બનશે આકર્ષણનું કેન્દ્ર: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

એક્રોલોન્સ મેમ્બર્સ કલબ દ્વારા ડ્રાઈવઈન સિનેમા, કાલાવાડ રોડ ખાતે એક “લાઈફ સ્ટાઈલ કલબ બનાવાઈ છે. આ કલબનું લોન્ચિંગ ગત વર્ષે તા.૨૦/૧૦/૨૦૧૮ના રોજ ગુજરાતની શ્રેષ્ઠ ગાયિકા ‘ઐશ્ર્વર્યા મજમુદાર’ના સંગાતે અતિ ભવ્ય ગરબાના કાર્યક્રમી યેલ આ કાર્યક્રમમાં આશરે ૨૫૦૦૦ લોકો ઉપસ્તિ રહીને કાર્યક્રમનો આનંદ લીધેલ.

આ વર્ષે એક્રોલોન્સ મેમ્બર્સ કલબ દ્વારા નવ દિવસની નવરાત્રીનું ભવ્ય આયોજન થયું છે. આ નવરાત્રિનું આયોજન જનરલ પબ્લીક માટે નહીં પરંતુ રાજકોટના સિલેક્ટેડ અને શ્રેષ્ઠ લોકો માટે જ છે. રાજકોટના અલગ-અલગ વર્ગના શ્રેષ્ઠ લોકો તથા ટોચના ગ્રુપ આ આયોજનમાં જોડાય રહ્યાં છે. એક્રોલોન્સ નવરાત્રિ એક ફેમીલી નવરાત્રિ તરીકે રાજકોટમાં પ્રસપિત થાય તેવો આયોજકોનો પ્રયત્ન છે.

આ નવરાત્રિની વિશિષ્ટતાઓ આ પ્રમાણે છે. આ ભવ્ય નવરાત્રિનું આયોજન ડ્રાઈવઈન સિનેમાના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર થવા જઈ રહ્યું છે. આ ગ્રાઉન્ડનું ક્ષેત્રફળ આશરે ૫૫,૦૦૦ વાર એટલે કે આશરે ૫,૦૦,૦૦૦ સ્કવેરફૂટ છે. આ ગ્રાઉન્ડ રાજકોટનું સૌથી મોટું લોન વાળું ગ્રાઉન્ડ હશે, જેના ઉપર નવરાત્રિનું આયોજન થશે.

આ ગ્રાઉન્ડમાં ૧,૦૦૦ ગાડીઓની વિશાળ પાર્કિંગની સુવિધા છે, આ એક ફેમીલી નવરાત્રિ હશે જેમાં ફકત ફેમીલી એન્ટ્રી તથા કપલ એન્ટ્રી જ આપવામાં આવશે, ગુજરાતના શ્રેષ્ઠ આર્ટિસ્ટ, ઓરકેસ્ટ્રા તા સાઉન્ડ સિસ્ટમની સાથે આ નવરાત્રિનું આયોજન વા જઈ રહ્યું છે, એક્રોલોન્સ નવરાત્રિમાં મંડપનું શ્રેષ્ઠ ડેકોરેશન તથા લાઈટીંગનું ભવ્ય આયોજન કરવામાં આવશે. એક્રોલોન્સ નવરાત્રિમાં ગુજરાતના અલગ અલગ ખ્યાતનામ ગ્રુપ દ્વારા છત્રી રાસ, તલવાર રાસ, બેડા રાસ વગેરે પ્રસ્તુત કરવામાં આવશે તથા અલગ-અલગ સેલિબ્રિટીની હાજરી રહેશે.

Dsc 5611

બીજી વિશેષતાઓમાં ચિલ્ડ્રન પ્લે એરીયા, સેલ્ફી ઝોન, ટેટુ ઝોન વગેરેનું આયોજન કરવામાં આવશે., આ નવરાત્રિમાં રાજકોટનું સૌથી શ્રેષ્ઠ ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવશે.

જેમાં રાજકોટમાં રહેલા શ્રેષ્ઠ ફૂડ આઉટલે્સ દ્વારા પીરસવામાં આવતી વાનગીઓનો સ્વાદ ગરબા પ્રેમીઓ લઈ શકશે.

આ નવરાત્રિમાં એક્રોલોન્સ કલબની સાથે ઈન્ડિયન મેડિકલ એસોશીએશન, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોશીએશન, મેટોડા ઈન્ડસ્ટ્રીયલ એસોશીએશન, શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોશીએશન, રોટરી ગ્રેટર-રાજકોટ, સમસ્ત મોઢવણિક સમાજ-રાજકોટ, સી.એ.એસોસિએશન-રાજકોટ, ઈન્ડીયન ડેન્ટલ એસોશીએશન રાજકોટ, બી.એન.આઈ. રાજકોટ, પમ્પ મેન્યુફેકચરીંગ એસોશીએશન, જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન, શક્તિ સ્કૂલ અને ડ્રાઈવઈન સિનેમા વગેરે જોડાયા છે. નવરાત્રી મહોત્સવને સફળ બનાવા જયભાઈ મહેતા સો આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.